ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને વગર અડચણે કપાશે, PM મોદીએ એક્સપ્રેસ વેના વડોદરા-ભરૂચ સેક્શનનું લોકાર્પણ કર્યું
ભરૂચ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા-ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન સાથે હવે ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને ઓછી અડચણે પસાર કરી શકાશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કર્યા પછી PM મોદીએ ટ્વીટ કર્યું હતું
Inauguration of the Vadodara-Bharuch section of the Delhi-Mumbai Expressway today marks a milestone in infrastructure development for Gujarat. This crucial stretch not only enhances connectivity between major economic hubs but also promises a smoother journey for several people. pic.twitter.com/KlmYDABB7d
— Narendra Modi (@narendramodi) February 22, 2024
ગુજરાતના નવસારીમાં જાહેર સમારંભમાં PM નરેન્દ્ર મોદીએ ભરૂચ, નવસારી અને વલસાડમાં રાષ્ટ્રને મલ્ટીપલ રોડ પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા હતા. આ સાથે તાપીમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠાનો પ્રોજેક્ટ અને ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનું પણ લોકાર્પણ કરાયું હતું.