ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાન અને અરબાઝ ખાનની ધરપકડ કરી, હકીકત જાણી તમે ચોંકી ઉઠશો, જાણો શું છે મામલો

ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાન અને અરબાઝ ખાનની ધરપકડ કરી, હકીકત જાણી તમે ચોંકી ઉઠશો, જાણો શું છે મામલો
symbolic image

આપને વિચાર આવશે કે અકસ્માત અને રાજસ્થાનના શિકારકાંડ બાદ ખાન બંધુઓ કોઈ વિવાદમાં કે કાયદાના સંઘર્ષમાં આવ્યાજ નથી તો તેમની ધરપક ભરૂચ પોલીસ કઈ રીતે કરી શકે?

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 23, 2022 | 5:58 PM

ભરૂચ(Bharuch) પોલીસે સલમાન ખાન(Salman Khan) અને અરબાઝ ખાન(Arbaz Khan)ની ધરપકડ કરી છે. આપને વિચાર આવશે કે મુંબઈમાં અકસ્માત અને રાજસ્થાનના શિકારકાંડ બાદ ખાન બંધુઓ કોઈ વિવાદમાં કે કાયદાના સંઘર્ષમાં આવ્યાજ નથી તો તેમની ધરપકડ ભરૂચ પોલીસ કઈ રીતે કરી શકે? તો આપના  મનમાં આવેલો વિચાર સાચો છે… આ સલમાન અને અરબાઝ ખાન બોલીવુડના જાણીતા સિતારાઓ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયન કોલસાની ચોરીના મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલ બે આરોપીઓ છે. જોકે આ બે ભાઈઓના નામ બોલીવુડના જાણીતા ખાન બંધુઓ સાથે મળતું આવતા તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

દહેજ પોર્ટ ઉપર શીપમાં ઓસ્ટ્રેલિયાથી કોલસાનો ખુબ મોટો જથ્થો શિપ દ્વારા લાવવામાં આવે છે. આ કોલસો રેલવે અને ટ્રકો દ્વારા અલગ – અલગ ઉદ્યોગો અને પાવર હાઉસમાં જાય છે.અંકલેશ્વર(Ankleshwar) શહેર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દહેજ પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતો ઓસ્ટ્રેલીયન કોલસો ને.હા.નં 48 સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી વે બ્રીજ નજીક આવશે લક્ષ્મી સ્ટીલ ટ્યુબસ ગોડાઉનની બાજુમાં સંતાડવામાં આવ્યો છે. આકોલસો ચોરીનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ગોડાઉન મલિક દિનેશભાઇ ઉર્ફે કમલેશભાઇ હરજીવનભાઇ પટેલ ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ઓસ્ટ્રેલીયન કોલસો ચોરી કરાવી બેનંબરી વેપોલી ચલાવતા હતા. જે ચોક્ક્સ બાતમી મળતા રેડ કરવામાં આવી હતી જ્યાં ગોડાઉનમાં પાંચ ઇસમો એક દસ ચક્કા ટ્રકમાંથી કોલસો ચોરી કરતા હતાં. તલાસી દરમ્યાન ગોડાઉનમાંથી ઓસ્ટ્રેલીયન કોલસો તેમજ ફાલયએશનો જથ્થો મળી આવ્યો હતો.

ગુનામાં ધરપકડ કરાયેલ 5 આરોપીઓ

ગોડાઉનમાંથી મુખ્ય આરોપી દિનેશભાઇ ઉર્ફે કમલેશભાઇ હરજીવનભાઇ પટેલ, સોનુ ગણેશરાય યાદવ ,સુરજ રામપ્રિત ચૌહાણ , અરબાઝખાન મોહમંદખાન અને સલમાનખાન મોહમંદખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આશરે ૫૫ ટન જેટલો ઓસ્ટ્રેલીયન કોલસો સીઝ કર્યો છે જેની કુલ કિમત રૂપિયા 5 લાખ આસપાસ થાય છે. પોલીસે સ્થળ ઉપરથી થાનની માટી અને ફ્લાયેશ ઉપરાંત વાહનો પણ કબ્જે કર્યા છે. પોલીસે 18.65લાખના મુદ્દામાલને કબ્જે કરી બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે જે ઉચ્ચ ગુણવત્તાનો કોલસો શીપમાં ઓસ્ટ્રેલિયાથી ભરૂચ લવાય છે જ્યાંથી તેને અલગ – અલગ સ્થળે મોકલાય છે. ટ્રકમાંથી આ કોલસો ચોરી કરી સગેવગે કરવાનો વેપલો ચાલતો હતો જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati