AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચમાં કેમિકલ માફિયાઓ ફરી સક્રિય થયા, પોલીસે પાનોલીમાંથી 2 કરોડ આસપાસ મુદામાલ સીઝ કર્યો, મુખ્ય સૂત્રધાર હજુ પોલીસની પહોંચ બહાર

પોલીસે આસપાસના તપાસ કરતા કેમિકલના અલગ અલગ 17 કેરબામાં મળી આવ્યા હતા. પોલીસે 360 લીટર મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો અને વાહનો મળી 1.91 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં કેમિકલ માફિયાઓ ફરી સક્રિય થયા, પોલીસે પાનોલીમાંથી 2 કરોડ આસપાસ મુદામાલ સીઝ કર્યો, મુખ્ય સૂત્રધાર હજુ પોલીસની પહોંચ બહાર
The police busted a scam stealing chemicals
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 9:49 AM
Share

ભરૂચ જિલ્લામાં પાનોલી પોલીસે ખરોડ ગામ નજીક દર્શન હોટલના કમ્પાઉન્ડમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ પકડી પાડી એક ટેન્કર ચાલકને રંગેહાથે ઝડપી પાડી કેમિકલનો જથ્થો અને ટેન્કરો મળી કુલ રૂપિયા 1.91 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતથી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ગામની સીમમાં દર્શન હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરોના ચાલકો ટેન્કરોમાં કંપનીએ લગાવેલ સીલના વાલ્વને ખોલી કેમિકલ  કાઢી લેતા હતા. આ કેમિલ જોખમી રીતે પ્લાસ્ટીકના કેરબામાં અનલોડ કરવામાં આવતું હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કેમિકલ ચોરોના વેપલાનો પર્દાફાશ કર્યો હતો.

ટેન્કર ચાલકોને લાલચ આપી જોખમીરીતે ચોરી થાય છે

પાનોલી પોલીસે ટેન્કરોમાંથી પ્લાસ્ટીકના કેરબાઓમાં કેમિકલ કાઢી લઇ તેને સગેવગે કરતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસના દરોડાને પગલે વેપલામાં સક્રિય કેમીકલચોરો ફરાર થઇ ગયા હતા. પોલીસે એક ટેન્કર ચાલકને પકડી પાડી તેની પુછપરછ કરતા તે યુપીના કીરતપુર ના સેલ્હા ગામનો વતની મંગલસિંગ ત્રિલોકસિંગ હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતા તેણે હજીરા ખાતેથી મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો લઇ દહેજની ફીલાટેક્સ ઇન્ડિયા કંપનીમાં ખાલી કરવા જતો હોવાનું જણાવ્યું હતું. માર્ગમાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ દર્શનના કમ્પાઉન્ડમાં કેમિકલ વેચી સારી કમાણી થતી હોવાનું ધ્યાન ઉપર હોવાથી તે કેમિકલ વેચવા દર્શન હોટલના કમ્પાઉન્ડમાં પહોંચ્યો હતો. અહીં ટેન્કરમાંથી કેમિકલ કાઢી કેરબા ભરવામાં આવતા હતા બદલામાં ટેન્કર ચાલકને કેટલીક રકમ આપવામાં આવતી હતી. ઘટનાસ્થળે પોલીસની કાર્યવાહી દરમ્યાન કેટલાક ટેન્કર ચાલકો અને ટેમ્પો ચાલક પણ ફરાર થઇ ગયા હતા. આ વાહનચાલકો ગભરાતમાંભાગયાહતા કે વેપલામાં સંડોવાયેલા હતા તેની પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસે આસપાસના તપાસ કરતા કેમિકલના અલગ અલગ 17 કેરબામાં મળી આવ્યા હતા. પોલીસે 360 લીટર મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો અને વાહનો મળી 1.91 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

દહેજમાં ડીજી વિજિલન્સે મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું

ભરૂચની દહેજ જીઆઇડીસીમાં અગાઉ ડીજી વિજિલન્સે રેડ કરી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ટીમે રેડ કરી ચોરીના કેમિકલનું ખુબ મોટું કૌભાંડ ઝડપી પડ્યું હતું જ્યાં અત્યંત જોખમીરીતે અને સ્થાનિકોના જોવ જોખમમાં મુકાય તે રીતે રસાયણો સ્ટોર કરવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસકર્મીઓ સામે બદલી અને સસ્પેનશન સુધીના પગલાં પણ ભરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લો દેશનાંસૌથી મોટા કેમિકલ ક્લસ્ટર તરીકે ઓળખાય છે. અગાઉ ભરૂચના દહેજ વિસ્તારમાં બેનંબરી કેમિકલનો મોટા વેપલાનો ડીજી વિજિલન્સ સ્કોડે પર્દાફાશ કર્યો હતો જેમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ અને ગોડાઉન સીઝ કરાયા હતા. ફરી એકવાર પાનોલી નજીક આ પ્રકારના કેમિકલ ચોરીના વેપલાની શરૂઆત થતા પોલીસે દરોડા પાડ્યા હતા.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">