AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડબલ મર્ડરમાં મળી સુસાઇડ નોટ! સસરાએ પુત્રવધૂને 44 અને વેવણને 23 ઘા ઝીંક્યા, શું તેના શબ્દોમાં મળ્યો આખી સાજિશનો ખુલાસો?

ભરૂચ : ઘર કંકાસ અને પારિવારિક વિવાદ કઈ હદ સુધી ઘાતકી સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. એક એવો કિસ્સો... જ્યાં ઘરના મોભી જ પોતાના પરિવાર માટે કાળ બન્યા છે.

Breaking News : ડબલ મર્ડરમાં મળી સુસાઇડ નોટ! સસરાએ પુત્રવધૂને 44 અને વેવણને 23 ઘા ઝીંક્યા, શું તેના શબ્દોમાં મળ્યો આખી સાજિશનો ખુલાસો?
| Updated on: Jun 12, 2026 | 10:34 AM
Share

ભરૂચ : ઘર કંકાસ અને પારિવારિક વિવાદ કઈ હદ સુધી ઘાતકી સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. એક એવો કિસ્સો… જ્યાં ઘરના મોભી જ પોતાના પરિવાર માટે કાળ બન્યા છે. પોલીસ ફરિયાદ ઘર કંકાસની ગંભીર બાબતમાં ઘરના મોભી દ્વારા પોતાની જ પુત્રવધૂ અને તેમની માતા પર અત્યંત ઘાતકી હુમલો કરીને બંનેની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલાની ક્રૂરતા એટલી હદે સીમાઓ વટાવી ગઈ હતી કે બંને મહિલાઓના મોત નીપજ્યા બાદ પણ આરોપી તેમના શરીર પર સતત ઘા કરતો રહ્યો હતો.

ભરૂચમાં ઘર કંકાસના કારણે ડબલ મર્ડરની હૃદયકંપાવી દેતી ઘટના

કોટ પારસીવાડ અગીયારી પાસે રહેતા ફરિયાદી અબ્દુલ હુશેન સૈફુદ્દિન નમકવાલાની પોલીસ ફરિયાદ મુજબ તેમના જમાઈ યુસુફ અને વેવાઈ જૈનુલ અબ્બાસ જનોરવાલા તેમની દીકરી અલીફીયાના ચારિત્ર્ય વિશે ખોટા આરોપ મૂકી તેમજ છુટાછેડા આપવા માટે અવારનવાર દબાણ કરતા હતા. ફરિયાદી અને તેમનો પરિવાર છુટાછેડા આપવા તૈયાર ન હોવાની રીસ રાખીને આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે.

પુત્રવધૂને 44 અને વેવણને 23 ઘા માર્યા

આ હિંસક ઘટનામાં આરોપી સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ ક્રૂરતાની તમામ સીમાઓ વટાવી દીધી હતી. આરોપીએ પ્રથમ કોઠીરોડ ખાતે રહેતી પોતાની પુત્રવધૂ અલીફીયા (ઉં.વ. 35) ની ઘરમાં ધારદાર ચપ્પુ વડે ગળાના તેમજ શરીરના અન્ય ભાગે આશરે 44 જેટલા ઘા ઝીંકી તેનું કરપીણ મોત નીપજાવ્યું હતું. ત્યારબાદ આરોપી ત્યાંથી નીકળીને વેવાઈના ઘરે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખટખટાવતા તેમની વેવાણ એટલે કે મૃતક અલીફીયાની માતા શહેનાજબેન (ઉં.વ. 60) દરવાજો ખોલતા તેમને પણ ચપ્પુ વડે ગળાના અને શરીરના ભાગે આશરે 23 જેટલા ઘા મારીને નિર્મમ હત્યા કરી દીધી હતી. આ હુમલામાં આરોપીની ભયાનક વિકૃતિ અને ઘાતકીપણું એ બાબતથી સ્પષ્ટ થાય છે કે બંને મહિલાઓના મૃત્યુ થઈ ગયા બાદ પણ આરોપી સતત તેમના પર ઘા કરતો રહ્યો હતો.

પોલીસને સુસાઇડ નોટ મળી

લોહીલુહાણ ખેલ ખેલતા પહેલા આરોપીએ સુસાઇડ નોટ લખી હતી. પોલીસ તપાસ અને ઘટનાક્રમની વિગતો મુજબ બપોરના આશરે એક વાગ્યાની આસપાસ જમાઈ ડો યુસુફ ઝનોરવાળા તેના સસરા અબ્દુલ હુશેન સૈફુદ્દિન નમકવાલાની દુકાને પહોંચ્યા હતા અને કહ્યું હતું કે “અલીફીયાને મારા ડેડીએ કંઈક કરી દીધું છે”. નમકવાળા જયારે જમાઈના ઘરે પહોંચ્યા ત્યારે પુત્રવધૂ અલીફીયા રસોડામાં લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી. ફરિયાદી તેની પત્નીને દીકરીની હત્યાની જાણ કરવા ફોન કરતા સંપર્ક થયો ન હતો પાડોશીઓને મોકલતા ઘરનો દરવાજો બંધ હતો જે તોડવામાં આવતા ઘરમાં અલીફીયાની માતા શહેનાજબેનની લાશ લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી અને નજીકમાં વેવાઈ જૌનુલ ઝનોરવાળા ઈજાગ્રસ્ત હાલતમાં હતા.

ચાર છરી અને 1 કુહાડીથી હત્યાકાંડને અંજામ અપાયો

આ આખા હત્યાકાંડને અંજામ આપતા પહેલા આરોપી જૈનુલ અબ્બાસે એક સુસાઇડ નોટ લખી હતી, જે પોલીસને મળી આવી છે. બંનેની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ ચટાઈ પર પડીને ચપ્પુ કે અન્ય હથિયાર વડે પોતાના ગળા, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાસ્થળેથી ચાર છરી અને કુહાડી જપ્ત, પોલીસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : FIFA World Cup 2026 : ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ વેચાઈ ગઈ આ અનોખી વસ્તુઓ, પાલતુ કૂતરાઓની જર્સીથી લઈને મેસ્સીના ગોલ્ડ મગનો ક્રેઝ

Follow Us
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
g clip-path="url(#clip0_868_265)">