AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ભાજપ 150 થી વધુ બેઠકો સાથે જીતશે : કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.

ગુજરાતમાં ભાજપ 150 થી વધુ બેઠકો સાથે જીતશે : કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા
Gaurav Yatra entered Bharuch district
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 9:23 PM
Share

ભાજપની ભરોસાની સરકારમાં જન જને મુકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા શનિવારે હાંસોટથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં ગુજરાત ગૌરવ યાત્રા ભરૂચ(Bharuch ) જિલ્લામાં પ્રવેશતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું.અંકલેશ્વર ગડખોલ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ આગામી ચૂંટણીમાં ભાજપા 150 કરતા વધી સીટ ઉપર જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.

અંકલેશ્વર જાહેરસભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, અનિલ પટેલ, દિવ્યેશ પટેલ, ડો. નિતેન્દ્ર દેવધરા, નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાસોટથી અંકલેશ્વર સુધી યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું હતું.

સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. વિરોધીઓ પાસે કોઈ મુદા નહિ હોવાથી તેઓ હતાશ, નિરાશ થઈ ગયા છે અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે અને આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 150 થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

અંકલેશ્વરથી નીકળેલી ગૌરવ યાત્રા ભરૂચના શક્તિનાથ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થઇ હતી.ભરૂચ જાહેરસભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાલા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, રમેશ મિસ્ત્રી, દક્ષાબેન પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, અનિલ રાણા, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ, ફાલ્ગુનીબેન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાસોટથી ભરૂચ સુધી યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું હતું.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">