Bharuch : ચમત્કાર કરી દુઃખ દૂર કરવાના નામે બેંક મેનેજર પાસે પૈસા પડાવી લેનાર મહિલા સહીત બેની ધરપકડ કરાઈ, જાણો શું છે મામલો

ગત તા 5 જુલાઈ 2022ના રોજ ભરૂચ શહેરમાં રહેતા જ્યોતિ ચૌધરીએ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ કે સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ નામની મહિલા જે પોતે માતાજી હોવાનુ જણાવે છે અને તેઓ લોકોની સમસ્યાઓના ઉકેલ લાવવા પૂજા તથા વિધિઓ કરવાનો વેપલો ચલાવે છે.

Bharuch : ચમત્કાર કરી દુઃખ દૂર કરવાના નામે બેંક મેનેજર પાસે પૈસા પડાવી લેનાર મહિલા સહીત બેની ધરપકડ કરાઈ, જાણો શું છે મામલો
Fraud to get rid of alcohol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 3:12 PM

ભરૂચ(Bharuch)માં પોતે ભગવાનનો અવતાર હોવાની ઓળખ આપી ચમત્કાર કરી વ્યસનીઓની દારૂની કુટેવ છોડાવી આપવાના નામે સાડા ત્રણ લાખથી વધુની મત્તા પડાવી લેનાર મહિલા ઠગને તેના સાગરીત સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. ભેજાભાગ મહિલાએ ભરૂચમાં ખાનગી બેન્કના મહિલા મેનેજરને તેમના ભાઈની દારૂની ટેવ છોડાવી આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. જોકે પોલીસ હજુ સુધી આરોપીઓ પાસેથી માત્ર 36 હજાર જેટલીજ મત્તાજ રિકવર કરી શકી છે. છેતરાયાનો અહેસાસ થતા મહિલા મેનેજર પૈસા પાછા માંગતા મહિલકાઓ ચેલાઓ મારફતે જીવ ગુમાવવાનીઓ વારો લાવવાની ધમકીઓ આપવા મંડી હતી જોકે પોલીસે ત્વરિત પગલાં સાથે મહિલા ઠગને ઝડપી પાડી લોકઅપ ભેગી કરી દીધી છે,

સમસ્યાઓથી પરેશાન લોકોને નિશાન બનાવાય છે

ગત તા 5 જુલાઈ 2022ના રોજ ભરૂચ શહેરમાં રહેતા જ્યોતિ ચૌધરીએ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ કે સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ નામની મહિલા જે પોતે માતાજી હોવાનુ જણાવે છે અને તેઓ લોકોની સમસ્યાઓના ઉકેલ લાવવા પૂજા તથા વિધિઓ કરવાનો વેપલો ચલાવે છે. ફરીયાદીના ભાઇ દારૂના વ્યસનની કુટેવ ધરાવતો હોય જે કુટેવ છોડાવવા માટે ફરીયાદીએ સપના ઉર્ફે સોનલબેન ઉર્ફે માતાજીનો સંપર્ક કરતા માતાજી સાથે તેઓના ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભુપેશભાઇ રમણભાઇ માછીએ મિટિંગ કરી ફરિયાદીને જણાવેલ કે માતાજી તમારૂ દુઃખ દૂર કરી દેશે પણ તે માટે સામાન્ય વિધિ કરવી પડશે જેના માટે નજીવો ખર્ચ થશે જેથી ફરીયાદીને આ માતાજી તથા ચેલાઓ ઉપર વિશ્વાસ આવતા દોઢ મહિનાના સમયગાળામાં ચેલા ગૌરવ અનીલભાઇ પારેખના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપીયા 3.67 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કાર્ય હતા.

ભાંડો ફૂટતા ધમકીઓ આપી

સપનાએ દારૂ છોડાવવાના નામે પૈસા પડાવ્યા પણ ફરીયાદીના ભાઇને સારૂ ન થતા મહિલા મેનેજરે નારાજગી વ્યક્ત કરતા સપનાએ વધુ વિધિ કરવી પડશે તવુ જણાવતા ફરીયાદીને હવે મામલો પૈસા પડાવવાનો હોવાની શંકા ગઈ હતી. વારંવાર પૂજા તથા વિધિના નામે પૈસા ખંખેરવામાં આવતા ફરીયાદીએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. ટોળીકીએ હવે પોતાનું અસલ રૂપ દેખાડવા માંડ્યું હતું. સપનાએ જ્યોતિ ચૌધરીને ધમકી આપી હતી કે તેના ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભુપેશભાઇ રમણભાઇ માછી બન્ને બહુ ખતરનાક છે રૂપીયા પાછા માંગશો તો તમારે જીવ પણ ગુમાવવો પડશે. આ સાંભળી ફરીયાદી ગભરાઈ ગયેલ છતાં છેતરપિંડી થઇ હોવાથી ન્યાય માટે પોલીસ પાસે પહોંચ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પોલીસે હિંમત આપી ગુનો દાખલ કરાવ્યો

પોલીસે હિમત આપતા 5 જુલાઈ ના રોજ ભરૂચ શહેર ” એ ” ડીવી . પો.સ્ટે . ખાતે ગુ.ર.નં. ભાગ એ -૦૭૦૫ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ . ૪૦૬ , ૪૨૦ , ૧૨૦ ( બી ) , ૫૦૬ ( ૨ ) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ દ્વારા દરોડા પાડી ત્રિપુટી પૈકીના બે આરોપીઓ સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ ઉં.વ .૩૫ રહે . એ / ૧૫ , મંગલમ સોસાયટી , ભોલાવ , ભરૂચ મુળ રહે . ભાડુકીયાનો પુલ , કાલવાડ , જી . જામનગર અને ગૌરવ અનીલભાઇ પારેખને ઝડપી પડ્યા છે જયારે ભુપેશભાઇ રમણભાઇ માછી ફરાર થઇ ગયો હતો.પોલીસે  આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા 36100 અને ૪ મોબાઈલ મળી 54000 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મેળવી છે. ગુનાઓ ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ સાથે પો.સ.ઇ. બી.જી.યાદવ અને પોલીસકર્મીઓ જીતેન્દ્રભાઇ , સરફરાજ , પંકજભાઇ , કાનુભાઇ , મહેશભાઇ , શક્તિસિંહ , અજયસિંહ , વિજયભાઇ , દિક્ષીતભાઇ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">