Bharuch : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાના જળસ્તરમાં વધારો,સપાટી 18.4ફુટ નોંધાઈ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પણ વરસ્યો

|

Sep 16, 2022 | 8:00 AM

રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલી તાલુકામાં ખાબક્યો છે. નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છેનર્મદાના નાંદોદમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે 

Bharuch : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાના જળસ્તરમાં વધારો,સપાટી 18.4ફુટ નોંધાઈ,  જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પણ વરસ્યો
Rise in water level of Narmada near Bharuch

Follow us on

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada Dam) બે વર્ષ બાદ ગુરુવારે મળસ્કે તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાયો છે. આ વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે નર્મદાના નિર્ણ વધામણાં કર્યા હતા. ડેમમાં જળસ્તર વધતા ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદાની સપાટી વધી છે. ગોલ્ડન બ્રિજ નજીક રેવાજી બે કાંઠે વહી રહ્યા છે તો બીજી તરફ મોડી સાંજે ભરૂચ જિલ્લામાં મેઘાએ ભારે જમાવટ સાથે વરસેલા વરસાદે જળબંબાકાર કરી દીધું હતું.ભરૂચ – અંકલેશ્વર સહીત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડાઈ રહ્યું છે

સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમ છલોછલ ભરાયો છે જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉનસ્ટ્રીમમાં ઠાલવવામાં આવી રહયું છે.સરદાર સરોવર નર્મદા ડેમ બે વર્ષ બાદ શુક્રવારે મળસ્કે 5 કલાકે તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટરે સ્પર્શયો હતો. જે બાદ 7 કલાક સુધી જળસ્તર સ્થિર રહ્યા હતા.મુખ્યમંત્રી દ્વારા નર્મદા નીરના પૂજન અર્ચન સાથે વધામણાં કરાયા હતા. સવારે 10 કલાકથી ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 2.75 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધી ને સવારે 6 કલાકે 18.4 ફૂટ નોંધાઇ છે. બીજી તરફ ડેમની સપાટી 9 સેમી ઘટી હાલ 138.59 મીટર ઉપર છે.

ધોધમાર વરસાદ વરસ્યો

મોડી સાંજે 6.30 કલાકથી ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વાદળોની જમાવટ સાથે વરસવાનું શરૂ કરી દીધું હતું. માત્ર ગણતરીના સમયમાં વરસેલા સવા ઇંચ વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધુ હતું.ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ, પાંચબત્તી, દાંડિયા બજાર, ફુરજામાં જાણે માર્ગો ઉપર સરોવર રચાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભરૂચ જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન વરસેલ વરસાદના આંકડા

  • અંકલેશ્વર 1 ઇચ
  • આમોદ 0.25 ઇંચ
  • ઝઘડિયા 0.25 ઇંચ
  • નેત્રંગ 2.5 ઇચ
  • ભરૂચ 1.5 ઇચ
  • વાલિયા 1.5.ઇચ
  • હાંસોટ 1.5 ઇચ
  • વાગરા 0.5 ઇંચ

નદીના જળ સ્તર 18.4 ફૂટ (સવારે 6 વાગે)

70 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલી તાલુકામાં ખાબક્યો છે. નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છેનર્મદાના નાંદોદમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે  વલસાડ જિલ્લાના ધરમપુર, પલસાણા અને વાપી શહેરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

Published On - 8:00 am, Fri, 16 September 22

Next Article