AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપના વિવાદ વચ્ચે કલેક્ટરનું મોટું પગલું: હવે સ્મારકની અંદર ભીડ કરવા પર પ્રતિબંધ

ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલી અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 'રાષ્ટ્રીય રક્ષિત સ્મારક' તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

Breaking news : ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપના વિવાદ વચ્ચે કલેક્ટરનું મોટું પગલું: હવે સ્મારકની અંદર ભીડ કરવા પર પ્રતિબંધ
| Updated on: Jun 13, 2026 | 11:24 AM
Share

ભરૂચ  :  ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરના ધાર્મિક વિવાદો બાદ આ પગલું ભરાયું હોવાનું અનુમાન છે.

આ સરકારી જાહેરનામા અનુસાર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે હિંદુ તેમજ મુસ્લિમ ધર્મના લોકો આવતા હોય છે. ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુલાકાતીઓની સુરક્ષા થાય અને આ ઐતિહાસિક સ્મારકને કોઈ નુકસાન ન પહોંચે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(સી) હેઠળ અગાઉ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની માર્ગદર્શિકાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના પત્ર અને માર્ગદર્શિકાના આધારે ઘણા ફેરફાર કરાયા છે.

  • સૂચનાઓનું પાલન: સ્મારક સ્થળે હાજર પોલીસ અધિકારીઓ તથા પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું મુલાકાતીઓએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.
  • ભીડ નિયંત્રણ : જો એક સાથે મોટી સંખ્યામાં લોકો સ્મારકની મુલાકાતે આવશે, તો સ્થળની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસની સૂચના મુજબ ઓછી સંખ્યાના જથ્થામાં (તબક્કાવાર) અંદર પ્રવેશ આપવામાં આવશે.
  • ASI ના નિયમો : ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જે પણ માર્ગદર્શિકા કે સૂચના અમલમાં મૂકવામાં આવે, તેનું પાલન કરવું ફરજિયાત રહેશે.
  • નુકસાન ન થાય તે રીતે વર્તન : સ્મારકને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે વર્તન કરીને જ મુલાકાત લેવાની રહેશે.
  • પ્રતિબંધિત આદેશ : રક્ષિત સ્મારકની દીવાલમાં ખીલ્લી મારવી, કોઈ વસ્તુ ચોંટાડવી, સ્મારકની મિલકતમાંથી કોઈ વસ્તુ ઉખેડવી કે તોડવી, વિસ્ફોટક સામગ્રી રાખવી, મોટો અવાજ ઉત્પન્ન કરતા વાદ્યો વગાડવા કે ત્યાં જમવાનું બનાવવા પર મનાઈ છે. ‘પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો નિયમો ૧૯૫૯’ અંતર્ગત પ્રતિબંધિત આ કૃત્યો કરવા પર સંપૂર્ણ મનાઈ છે.

વાંચો જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું મહત્વપૂર્ણ જાહેરનામું

નિયમભંગ બદલ કડક સજાની જોગવાઈ

જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉચ્ચ કક્ષાના પોલીસ કર્મચારી કે અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

Follow Us
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">