BHARUCH : રસ્તાના મુદ્દે ખાળે ગયેલા વહીવટ સામે કોંગ્રેસે ઈજનેર અને મંત્રીના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા

|

Aug 02, 2022 | 8:33 PM

કોંગી કાર્યકરોએ ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરીનો ઘેરાવો કરી જિલ્લા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસે ભારે સુત્રોચ્ચારો પણ કર્યા હતા.

BHARUCH : રસ્તાના મુદ્દે ખાળે ગયેલા વહીવટ સામે કોંગ્રેસે ઈજનેર અને મંત્રીના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા
congress protest for bad roads

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લામાં ઠેર ઠેર માર્ગ બિસ્માર બન્યા હોવા છતાં સમસ્યાના હલ તરફ ધ્યાન ન આપનાર સરકારી બાબુઓ અને સરકાર સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.  ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મંગળવારે માર્ગ અને મકાન મંત્રી તેમજ R & B કાર્યપાલક ઇજનેરના પૂતળાને ગંદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવવામાં આવ્યા હતા. શહેરમાં પૂતળાંઓને ગદર્ભ ઉપર બેસાડી યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ભરૂચ શહેર અને જિલ્લાના મોટાભાગના માર્ગ બિસ્માર  હોવાથીં  ચાલકોને હાલાકી  ભોગવવી પડતી હોબાન આક્ષેપ સાથે   કોંગ્રેસે એનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

કોંગી કાર્યકરોએ ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરીનો ઘેરાવો કરી જિલ્લા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસે ભારે સુત્રોચ્ચારો પણ કર્યા હતા. ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા… રસ્તાઓમાં ભ્રષ્ટાચાર સહિતની નારે બાજી કોંગી આગેવાનો દ્વારા કરવામાં આવી  હતી.કોંગ્રેસે ભરૂચ  જિલ્લા પ્રભારી એવા રાજ્યના માર્ગ તેમજ મકાન મંત્રી પૂર્ણૅશ મોદી તેમજ કાર્યપાલક ઈજનેરનું પૂતળું બનાવી તેને બે ગંદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવવામાં આવ્યા હતા.

સરકાર તાત્કાલિક અસરથી ભરૂચ શહેર અને જિલ્લામાં રસ્તાઓનું સમારકામ કરે તેવી  પ્રબળ માંગ કરવામાં આવી છે. જો નજીકના દિવસોમાં રસ્તાઓનું રીપેરીંગ નહિ થાય તો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે વધુ  જલદ કાર્યકમ આપવાની ચીમકી આપી રહ્યું છે.

કોંગ્રેસની મંત્રી અને કાર્યપાલક ઇજનેરના પૂતળાને ગંદર્ભ ઉપર બેસાડી કાઢવામાં આવેલી યાત્રામાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, શહેર પ્રમુખ વિક્કી શોખી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. એ ડિવિઝન પોલીસે વિરોધ નોંધાવી રહેલા આગેવાનોની અટકાયત પણ કરી હતી.

યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજીએ વિરોધ પ્રદર્શન બાબતે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અધિકારીઓ બિસ્માર રસ્તાના સમારકામની દરકાર લેવા તૈયાર નથી. ઘણા વિસ્તારોમાંથી પસાર થવામાં તું વહીલર ચાલાક ગબડી પડવાનો ભય વ્યક્ત કરે છે. શકીલ અકુજીએ ઉમેર્યું  હતું કે જો સરકાર અને તંત્રના બહેરા કાં લોકોની સમસ્યા નહિ સાંભળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કોંગ્રસે આક્ષેપ કર્યો છે કે માર્ગના સમારકામ માટે અને માર્ગના નિર્માણ માટે દર વર્ષે લાખોનો ખર્ચ બતાવાયા છે પણ આનો  ફાયદો આમ આદમીને મળતો નથી જે સામે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.

 

Next Article