Bharuch : સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત 1400 વિદ્યાર્થીનીઓના લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદને દવા અપાઈ

|

Sep 22, 2022 | 11:14 AM

હિમોગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે જે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. હિમોગ્લોબિન ઘટવાથી શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે છે. લોહીનું પ્રમાણ ઘટવાથી એનિમિયાનું જોખમ વધે છે. કેટલાક કિસ્સાઓમાં એનિમિયા જીવલેણ સાબિત થઈ શકે છે.

Bharuch : સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત 1400 વિદ્યાર્થીનીઓના લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદને દવા અપાઈ
Hemoglobin test camp held in Bharuch

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના જન્મદિન નિમિત્તે એક સપ્તાહ સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું  છે. ભરૂચ જીલ્લા ભાજપ મહિલા મોરચા અને ડૉકટર સેલના સહયોગથી જિલ્લામાં 1400 જેટલી વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબીન(Haemoglobin) ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને લોહીની ઉણપ જણાઈ તેવી વિદ્યાર્થીનીઓને  દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.ભરૂચ જીલ્લા ભાજપ મહિલા મોરચા અને ડૉકટર સેલ દ્વારા  હિમોગ્લોબીન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભરૂચમાં પ્રિગ્રેસિવ હાઈસ્કુલ અને શબરી સ્કૂલમાં હિમોગ્લોબીન ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પમાં વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ ભાજપ મહિલા મોરચા ના જીલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ સહીત મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી.

અંકલેશ્વર નોટીફાઈડ એરિયા અને શહેરમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો.ઝઘડિયાની દિવાન ધનજી શાહ હાઈસ્કુલ ખાતે શાળાની વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટનો કેમ્પમાં 100 જેટલી દીકરીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા ભાજપના મંત્રી વંદનાબેન ઝનોરા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

વાલીયા તાલુકાના ડહેલી ખાતેની શાળામાં પણ કેમ્પનો  મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ લાભ લીધો હતો. નેત્રંગ તાલુકાના ચાસવડની કસ્તુર બા આશ્રમ શાળામાં હિમોગ્લોબીન તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના જન્મદિનને લઈને સેવા પખવાડિયાનું આયોજન થતા સ્વસ્થ દિકરીસ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર ના સંકલ્પ સાથે ભરૂચ જીલ્લા ભાજપ મહિલા મોરચા અને ડૉકટર સેલના સહયોગથી ભરૂચ જીલ્લામાં વિદ્યાર્થિનીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હિમોગ્લોબિન શું છે?

હિમોગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે જે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. હિમોગ્લોબિન ઘટવાથી શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે છે. લોહીનું પ્રમાણ ઘટવાથી એનિમિયાનું જોખમ વધે છે. કેટલાક કિસ્સાઓમાં એનિમિયા જીવલેણ સાબિત થઈ શકે છે.

ડોક્ટરના મતે હિમોગ્લોબીનના કારણે એનિમિયાનું જોખમ વધી શકે છે. જો ટેસ્ટ દરમિયાન હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષોમાં 13.5 g/dl અને સ્ત્રીઓમાં 12 g/dl કરતાં ઓછું આવે તો આ સ્થિતિને તબીબી ભાષામાં એનિમિયા કહેવાય છે. સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધ લોકો હિમોગ્લોબિનની ઉણપ માટે વધુ સંવેદનશીલ હોય છે. તબીબો અનુસાર હેલ્ધી ડાયટનું સેવન કરીને હિમોગ્લોબિનની ઉણપના જોખમને દૂર કરી શકાય છે.

Next Article