BHARUCH : વિકાસનો પીછો કરતા વિવાદને દૂર કરવા ભાજપાના નેતાઓના દિલ્લીમાં ધામા, જાણો શું છે આખો મામલો

|

Dec 22, 2021 | 5:54 PM

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષની આગેવાનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને કિસાન આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જમીન સંપાદનમાં ભરૂચ જિલ્લાના લોકોને યોગ્ય વળતર અપાવવા બાબતે રજુઆત કરી હતી.

BHARUCH : વિકાસનો પીછો કરતા વિવાદને દૂર કરવા ભાજપાના નેતાઓના દિલ્લીમાં ધામા, જાણો શું છે આખો મામલો
BJP leaders reached in Delhi to clear up controversy of land acquisition

Follow us on

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે(vadodara mumbai expressway) દેશના નકશા ઉપર એક અલગ ઓળખ ઉભી કરી રહ્યો છે પરંતુ વિકાસની અલાયદી ઓળખ સમા પ્રોજેક્ટ આ સાથે વિવાદ પણ સમાંતર ચાલતો રહ્યો છે. યોજનામાં જમીન ગુમાવનારા ખેડૂતો(Farmer) વળતરને લઈ નારાજ છે અને સમયાંતરે વિરોધ કરાઈ રહ્યા છે ત્યારે સમસ્યાનો હલ કાઢવા જિલ્લાની નેતાગીરી આગળ આવી છે.

થોડા દિવસ પેહલા જ ભરૂચના ધારાસભ્ય અને ઉપમુખ્ય દંડકે એક્સપ્રેસ વે ને લઈ નર્મદા નદી ઉપર પૂર્ણતાને આરે પોહચેલા દેશના પેહલા સૌથી લાંબા ડબલ ડોઝ 8 લેન કેબલ બ્રિજની મુલાકાત લીધી હતી. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરી વડોદરા અને ભરૂચ અને સુરત વચ્ચે તેજગતિએ આગળ વધી રહી છે ત્યારે હજી પણ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનારા જિલ્લાના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે તેઓનો વિરોધ દર્શાવી રહ્યાં છે.

દિલ્હી-મુંબઈને જોડતા દેશના આ સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા લોકોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ગુજરાત સાથે ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળે બુધવારે દિલ્હી દરબારમાં ધામાં નાખ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પટેલ સાથે ખેડૂત અગ્રણીઓએ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરીમાં જમીન સંપાદન બાબતે યોગ્ય વળતર મળે તે માટે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં દિલ્હી પોહચ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષની આગેવાનીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને કિસાન આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જમીન સંપાદનમાં ભરૂચ જિલ્લાના લોકોને યોગ્ય વળતર અપાવવા બાબતે રજુઆત કરી હતી.

થોડા દિવસ પેહલા જ ભરૂચની નર્મદા નદી ઉપર કુકરવાડા પાસે પૂર્ણતાના આરે પોહચેલા દેશના પ્રથમ સૌથી લાંબા ડબલ ડોઝ 8 લેન કેબલ બ્રિજની મુલાકાત અને નિરીક્ષણ ભરૂચ ધારાસભ્ય અને ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલે કર્યું હતું. તેઓએ બ્રિજને નિહાળવા સાથે બાજુમાં થઈ રહેલી દિલ્હી-મુંબઈ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેન માટે અલાયદા ટ્રેક અને તેનો નર્મદા નદી ઉપર બની રહેલા બ્રિજની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ, 2022ના જંગમાં ભવ્ય જીતના લક્ષ્યાંક સાથે કામ કરતી સરકાર સામે શાખ બચાવવાનો પડકાર

આ પણ વાંચો : Ahmedabad: બ્રિજ ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થયું, જાણો અધિકારીઓએ બ્રિજની ગુણવત્તા વિશે શું કહ્યું

 

Next Article