BHARUCH : વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા, તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

|

Dec 25, 2021 | 8:08 AM

ભરૂચ(Bharuch)માં ઓમિક્રોન(Omicron)ની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે.

BHARUCH : વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા, તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
In one week, 141 people reached Bharuch from the high-risk country

Follow us on

ભરૂચ(Bharuch) ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે જ્યાં દેશ – વિદેશના અલગ – અલગ પ્રાંતથી લોકો આવીને વસ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી અને ઝડપી વિકસિત ઔદ્યોગિક વસાહતોમાં મળતી નેશનલ કંપનીઓમાં વિદેશી અધિકારીઓ અને ટેક્નિકલ એક્સપર્ટ સમયાંતરે વિઝીટ કરતા હોય છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં NRI લોકો વસે છે જે સમયાંતરે વતનની મુલાકાત લેતા હોય છે.

ભરૂચ જિલ્લામાંથી ખાસ કરી દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ છે. કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટની આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 1257 લોકોને લઇ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં વિદેશથી આવેલા 1257 લોકોને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. એરપોર્ટ ઉપર જ અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રેનિગ અને કોરોના રિપોર્ટ કાઢવામાં આવે છે. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ જવાનો માર્ગ અપાઈ રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. નવા વેરિએન્ટની દસ્તક બાદ જિલ્લામાં અત્યાર સુધી છેલ્લા 41 દિવસમાં વિદેશથી 1257 લોકો આવ્યા છે. જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતા રિપોર્ટ કરાતાં નેગેટિવ આવ્યો છે. હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે.

ઓમિક્રોનની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકોહાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે.

 

આ પણ વાંચો :  રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, શહેરમાં કુલ 9 કેસ થયા

Next Article