ભરુચનો કેમિકલ ઉદ્યોગ વર્ષે 5400 કરોડનું નુકસાન સહન કરીને પાકિસ્તાનને આર્થિક ફટકો આપવાની તૈયારીમાં

|

Feb 23, 2019 | 1:21 PM

પાકિસ્તાનને ફટકો આપવા હવે ગુજરાતનું કેમિકલ સેક્ટર મેદાને પડ્યું છે. દેશનું સૌથી મોટું કેમિકલ કલસ્ટર ભરુચમાં આવેલું છે તે પોતાનો વેપાર પાકિસ્તાન સાથે ઠપ્પ કરવાનો નિર્ણય લઈ શકે છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવા ભારત સરકાર અને સૈન્ય સાથે દરેક નાગરિક  કટિબદ્ધ છે ત્યારે  દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર પાકિસ્તાનને સબક શીખવાડવા વ્યાપારિક સબંધ […]

ભરુચનો કેમિકલ ઉદ્યોગ વર્ષે 5400 કરોડનું નુકસાન સહન કરીને પાકિસ્તાનને આર્થિક ફટકો આપવાની તૈયારીમાં

Follow us on

પાકિસ્તાનને ફટકો આપવા હવે ગુજરાતનું કેમિકલ સેક્ટર મેદાને પડ્યું છે. દેશનું સૌથી મોટું કેમિકલ કલસ્ટર ભરુચમાં આવેલું છે તે પોતાનો વેપાર પાકિસ્તાન સાથે ઠપ્પ કરવાનો નિર્ણય લઈ શકે છે.

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવા ભારત સરકાર અને સૈન્ય સાથે દરેક નાગરિક  કટિબદ્ધ છે ત્યારે  દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર પાકિસ્તાનને સબક શીખવાડવા વ્યાપારિક સબંધ તોડી શકે છે. રોજના ૧૦થી વધુ કન્ટેનર ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ પાકિસ્તનમાં કરતા ભરૂચના ઉદ્યોગો વાર્ષિક 5400 કરોડનો બિઝનેસ જતો કરવા તૈયાર છે.એશિયાની સૌથી મોટી જીઆઇડીસી સહીત દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચમાં 500થી વધુ ડાઇઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઉદ્યોગો પાસે ઇન્ટરનેશનલ મર્ચન્ટ દ્વારા પાકિસ્તાન ડાઇઝની ખરીદી કરે છે. દરરોજ 10થી વધુ કન્ટેનરની થતી નિકાસ ઉપર બ્રેક લગાવવા ભરૂચના ઉદ્યોગો એકમત થઇ રહ્યા છે. પાકિસ્તાન ઇન્ફ્રાસ્ટક્ચરના અભાવે આ રસાયણોનું ઉત્પાદન જાતે કરી શકે તેમ નથી ત્યારે ઊંચા દામે ખરીદીનો એકમાત્ર વિકલ્પ હોવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડશે.  ઉદ્યોગકારો  દેશ હિતમાં  એગ્રીમેન્ટ તોડવા અને નુકશાન સહન કરવા પણ તૈયારી બતાવી રહ્યા છે.

TV9 Gujarati

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દુશ્મનોના દાંત ખાટા કરવા સૈન્ય અને સરકાર કમર કસી રહી છે ત્યારે પાકિસ્તાનને દરેક મોરચે પરાસ્ત કરવા ઉદ્યોગો પણ મેદાને પડ્યા છે જે વ્યાપારી વ્યવહાર તોડી પાકિસ્તાનને દૂરના અંતરે આવેલા દેશોમાંથી ઊંચી કિંમતે આયાત કરવા મજબુર બનાવી આર્થિક ફટકો આપશે. આમ હવે કેમિકલ્સ ઈન્ડ્રસ્ટ્રીઝ પોતાની તાકાત બતાવશે.

[yop_poll id=1736]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:21 pm, Sat, 23 February 19

Next Article