ભરૂચ: રેલવે સ્ટેશન ઉપર બ્યુટીફીકેશન સાથે પ્રદૂષણ કંટ્રોલ માટે વર્ટિકલ ગાર્ડન તૈયાર કરાયું

રેલવે સ્ટેશનોએ આધુનિક, આકર્ષક અને સુવિધાસભર બનાવવા રેલવે ખાસ ધ્યાન આપી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા બ્યુટીફીકેશન સાથે પર્યાવરણના જતન માટે રેલવે સ્ટેશનો ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. ભરૂચ રેલ્વે સ્ટેશન પર કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબલીટી હેઠળ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. પર્યાવરણના જતનના આ પ્રયાસને અન્ય સ્ટેશનો ઉપર પણ અમલમાં મુકવામાં આવી શકે […]

ભરૂચ: રેલવે સ્ટેશન ઉપર બ્યુટીફીકેશન સાથે પ્રદૂષણ કંટ્રોલ માટે વર્ટિકલ ગાર્ડન તૈયાર કરાયું
Ankit Modi

| Edited By: Kunjan Shukal

Sep 21, 2020 | 9:10 PM

રેલવે સ્ટેશનોએ આધુનિક, આકર્ષક અને સુવિધાસભર બનાવવા રેલવે ખાસ ધ્યાન આપી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા બ્યુટીફીકેશન સાથે પર્યાવરણના જતન માટે રેલવે સ્ટેશનો ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. ભરૂચ રેલ્વે સ્ટેશન પર કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબલીટી હેઠળ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. પર્યાવરણના જતનના આ પ્રયાસને અન્ય સ્ટેશનો ઉપર પણ અમલમાં મુકવામાં આવી શકે છે. વડોદરા ડિવિઝનમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વર્ટિકલ ગાર્ડન બનાવવાની શરૂઆત ભરૂચ સ્ટેશનથી કરાઈ છે.

Bharuch: Railway station uper beautyfication sathe pradushan control mate vartical garden taiyar karayu

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bharuch: Railway station uper beautyfication sathe pradushan control mate vartical garden taiyar karayu

વર્ટિકલ ગાર્ડનમાં ફૂલ-છોડ જમીનમાં નહીં પરંતુ દિવાલ પર પોટનો રેક બનાવી ઉગાડવામાં આવે છે. હરિયાળી પ્રદુષણ નિયંત્રણ માટે પાયાની જરૂરિયાત છે. વર્ટિકલ ગાર્ડન વધતાં પ્રદૂષણને અટકાવવા મદદરૂપ બની શકે છે. ભરૂચમાં તૈયાર કરાયેલા વર્ટિકલ ગાર્ડનમાં પોટને એવી રીતે ગોઠવાયા છે કે વર્ટિકલ લેન્ડ તૈયાર થાય છે. આ વોલ ઉપર છોડ રોપવાથી લીલોતરી સાથે ફૂલોની સુંદરતા નયનરમ્ય દ્રશ્ય સર્જે છે. વડોદરા ડિવિઝનમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વર્ટિકલ ગાર્ડનથી સજ્જ બનેલ ભરૂચ પહેલું સ્ટેશન બન્યું હોવાનું પી.આર.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું. જેમને આ કન્સેપટને પર્યાવરણના જતન માટે મહત્વનું પગલું ગણાવ્યું હતું.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati