Bharuch : ભારત રસાયણમાં ધડાકા સાથે લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો, સારવાર દરમ્યાન એકનું મોત, 19 લોકો હજુ સારવાર હેઠળ

|

May 18, 2022 | 9:21 AM

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ઘટનાની અલગ - અલગ સરકારી એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરવાં આવી છે. આગના કારણની તપાસ સાથે ઇજાગ્રસ્તોને શક્ય તેટલી સારી સારવાર મળી રાહતે તે ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘટનામાં ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Bharuch : ભારત રસાયણમાં ધડાકા સાથે લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો, સારવાર દરમ્યાન એકનું મોત, 19 લોકો હજુ સારવાર હેઠળ
કેમિકલ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો

Follow us on

ભરૂચ જિલ્લામાં (Bharuch)દહેજ જીઆઇડીસી(Dahej GIDC) સ્થિત ભારત રસાયન કંપનીમાં મંગળવારે સાંજે લાગેલી આગ(Fire in Bharat Rasayan) ઉપર કાબુ મેળવી લેવાયો છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ (Tushar Sumera)જણાવ્યું હતું કે પ્રચંડ વિસ્ફોટ સાથે લાગેલી આગમાં કુલ 20 ઈજાગ્રસ્ત થયા છે જેમને ભરૂચની અલગ – અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત એક કામદારનું રાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ઘટનાનું કારણ અને નુકસાનનો અંદાજ જાણવા અલગ – અલગ સરકારી એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ઉલ્લ્કેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક  સ્તરે વધી રહી છે તે જોતા કામદારો માટે અસલામતીનું વાતાવરણ નજરે પડી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ઔદ્યોગિક સંકુલોમાં આગની ૫ ઘટનાઓએ કામદારોની ચિંતામાં વધારો કર્યો છે. મંગવારે સાંજે અચાનક દહેજ ઔદ્યોગિક વસાહત ઇમરજન્સી સાઇરનોની ધણધણી ઉઠી હતી. દહેજ સ્થિત ભારત રસાયન કંપનીના પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર સેફટી સિસ્ટમના પ્રયાસો અપૂરતા સાબિત થતા મદદ માટે ONGC , GNFC અને આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડર મદદે બોલાવાયા હતા. ૧૦ થઈ વધુ ફાયરટેન્ડર આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાયા હતા તો પ્રચંડ વિસ્ફોટના કારણે કંપનીની ઓફિસોના કાચ ફૂટી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભારત રસાયણે સ્ટોક એક્સચેન્જને ઘટનાથી માહિતગાર કર્યું

આગની ઘટનામાં ૨૦ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટાડો એટલો પ્રચંડ હતો કે અકસ્માતગ્રસ્ત આખો પ્લાન્ટ કાટમાળમાં પરિવર્તીત થઇ ગયો હતો. લગભગ બે કલાક બાદની જહેમત પછી આગ ઉપ્પર કાબુ મેળવી શકાયો હતો. ઘટનામાં ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ભરૂચ ત્રણ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન રાતે એક કામદારનું મોત નીપજ્યું હતું. હજુ ૩ જેટલા કમર્ચારીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહીત ઉચ્ચ અધિકારીઓએ અકસ્માત સ્થળ અને ઇજાગ્રસ્તોની સારવારની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તુષાર સુમેરા – કલેકટર , ભરૂચ

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ઘટનાની અલગ – અલગ સરકારી એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરવાં આવી છે. આગના કારણની તપાસ સાથે ઇજાગ્રસ્તોને શક્ય તેટલી સારી સારવાર મળી રાહતે તે ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘટનામાં ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સમયે પ્લાન્ટમાં ૩૦ થઈ વધુ લોકો કામ કરતા હતા. હવે કાટમાળમાં એકપણ વ્યક્તિ મિસિંગ હોવાનો રિપોર્ટ મળ્યો નથી.

ભારત રાસાયણે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં ૮ થી ૧૦ લોકો ઈજાગ્રસ્ત હોવાની બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE ને માહિતી આપી છે. કંપનીએ એનું યુનિટનું સંપૂર્ણ વીમા કવરેજ હોવાનું અને ઇજાગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવો વિશ્વાસ પણ અપાવ્યો છે.

 

 

Published On - 9:13 am, Wed, 18 May 22

Next Article