AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૌરાણિક નગર ભરૂચના ટાઉન પ્લાનિગમાં બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટના 25 વિધાર્થીઓ યોગદાન આપશે

આ પ્રજાકીય પહેલને ઉપસ્થિતોએ આવકારી હતી. બૌડાના ઉપસ્થિત અધિકારીઓ દેશમાં ભરૂચ બૌડાએ કરેલા પ્રથમ ઠરાવની માહિતી આપી હતી.

પૌરાણિક નગર ભરૂચના ટાઉન પ્લાનિગમાં બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટના 25 વિધાર્થીઓ યોગદાન આપશે
બે નગરપાલિકા વિસ્તાર અને 84 ગામોમાં વિકાસને વેગ મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 9:36 PM
Share

ભરૂચ-અંકલેશ્વર શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા બાંધકામ પરવાનગી, ફરિયાદ, રજુઆત સહીતની તમામ સુવિધા હવે ફેસલેસ અને સિંગલ વિન્ડો કરવામાં આવી છે. ભારતમાં આ પ્રસંગે ભરૂચ બૌડા દ્વારા પહેલો ઠરાવ કરાયો હતો. બેચલર ઓફ પ્લાનિંગ, સિવિલ અને આર્ટિટેકના ટોપર્સ દ્વારા એક વર્ષનું ઇન્ટર્નશિપ હેઠળ ટાઉન પ્લાનિંગથી શહેરની કાયાકલ્પ કરાશે.

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ મંડળ બૌડામાં સમાવિષ્ટ બે નગરપાલિકા વિસ્તાર અને 84 ગામોમાં વિકાસને વેગ મળશે. બાંધકામમાં અનેક સમસ્યાનો સિંગલ વિન્ડો અને ફેસલેસ સુવિધાથી અંત આવશે. દરેક પ્રક્રિયાની પરવાનગી અને નિકાલ માટે સમયમર્યાદા નિયત કરી દેવાઈ છે.

બંને સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે બૌડાના ચેરમેન અને કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ, DDO યોગેશ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, બન્ને પાલિકા પ્રમુખ અમિત ચાવડા, વિનય વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રજાકીય પહેલને ઉપસ્થિતોએ આવકારી હતી. બૌડાના ઉપસ્થિત અધિકારીઓ દેશમાં ભરૂચ બૌડાએ કરેલા પ્રથમ ઠરાવની માહિતી આપી હતી. જેમાં બેચલર ઓફ પ્લાનિંગ અને આર્ટિટેકટના ટોપર્સ વિદ્યાર્થીઓની મદદથી ટાઉન પ્લાનિંગ કરાશે. જેમાં 25 વિધાર્થીઓનું દર વર્ષે મેરીટ આધારે પસંદગી કરી તેમને દર વર્ષે માનદ વેતન તરીકે રૂ. 20 થી 35 હજાર અપાશે.

ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ બૌડાની સિંગલ વિન્ડો અને ફેસલેસ સિસ્ટમને ગુજરાતમાં પેહલી પારદર્શક પહેલ જણાવી હતી. જેમાં બિલ્ડરો કરતા સામાન્ય વ્યક્તિને ઘર બનાવવા સરળ, સુલભ, ઝડપી અને પારદર્શક પહેલ ગણાવી હતી. સાથે જ જુના ભરૂચમાં પણ MLA એ દરેક બિલ્ડરને વિનંતી કરી હતી કે એક એક બિલ્ડીંગ બનાવો. જૂનું ભરૂચને બચાવવા અને લોકોને રહેતા રાખવા વિકસાવવા કલેકટરને પણ નિયમોમાં છૂટ આપવા અનુરોધ કર્યો હતો.ભરૂચ કાશી પછીનું સૌથી જૂની નગરી હોય તેના પણ ઐતિહાસિક સ્મારકો, ઇમારતો અને ઓલ્ડ સિટીને વિકસાવવા બેઠકમાં વિશેષ ભાર મુકાયો હતો.

આ પણ વાંચો : Crime: સગીર ભાઈ-બહેનની ક્રૂરતા પૂર્વક હત્યા બાદ આંખો કાઢી નાખવામાં આવી, પોલીસે એક સબંધીની કરી અટકાયત

આ પણ વાંચો : RRB-NTPC Result: RRB NTPC પરિણામ અને ગ્રુપ Dની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને કોણે ઉશ્કેર્યા, ખાન સરની શું છે ભૂમિકા ?

g clip-path="url(#clip0_868_265)">