Bharuch : વિરામ બાદ ફરી મેઘસવારી આવી પહોંચી , ધરતીપુત્રોએ રાહત અનુભવી
આજે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી આવી પહોંચી હતી. ભરૂચમાં મોટાભાગના વિસ્તારોમાં સ્વાર્થી વાદળછાયું વાતાવરણ છે. ધીમીધારે વરસાદ વરસતા શહેરીજનોએ રાહત અનુભવી છે. ભરૂચ જિલ્લામાં ખેતીના પાક સામે ચિંતા ઉભી થઇ હતી.
લાંબા સમયના વિરામ બાદ ભરૂચમાં આજે ફરી મેઘમહેર થઇ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હિમિધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ધરતીપુત્રોએ રાહત અનુભવી છે. પાને વરસાદથી જીવનદાન મળતા ખેતી માટે સારી ઉપજની ફરી આશાઓ બંધાઈ છે.
જન્માષ્ટમીથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી સાચી સાબિત થતા ધરતીનો તાત આનંદમાં છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ચાલુ સપ્તાહે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે જ્યારે તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સારો વરસાદ વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 41.63 ટકા જ વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 31 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 37 ટકા જ વરસાદ થયો છે.
આજે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી મેઘસવારી આવી પહોંચી હતી. ભરૂચમાં મોટાભાગના વિસ્તારોમાં સ્વાર્થી વાદળછાયું વાતાવરણ છે. ધીમીધારે વરસાદ વરસતા શહેરીજનોએ રાહત અનુભવી છે. ભરૂચ જિલ્લામાં ખેતીના પાક સામે ચિંતા ઉભી થઇ હતી. એક તરફ જિલ્લાના 70 હજાર જમીન ઉપર ઉભા કપાસના પાકમાં પ્રદૂષણના કારણે ભારે નુકશાન હોંચ્યું છે તો બીજી તરફ વરસાદના અભાવે ચોમાસુ પાક માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ડરી વરસાદ આવતા ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે.
ભરૂચના ખેડૂત ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતી માટે સારા વરસાદની જરૂર છે. હજુ ખેતરની જમીનનું તળ તૃપ્ત થયું નથી ત્યારે વરસાદની ખુબ જરૂર છે.આજે વરસેલો વરસાદ રાહત આપી રહ્યો છે પરંતુ ખેતી માટે સારી માત્રામાં વરસાદની જરૂર છે. હવામાન વિભાગે ૩ દિવસ વરસાદની કરેલી આગાહી અનુસાર જો સારો વરસાદ ર્થાય તો ખેડૂતો માટે તે મોટી રાહત લાવી શકે છે. બીજી તરફ વરસાદના કારણે શહેરીજનોએ ઉકળાટમાંથી રાહત અનુભવી છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને બફારાની સ્થિતિ હતી જેમાંથી ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : BHARUCH : સી.આર.પાટીલે DyCM નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું, જાણો શું કહ્યું
આ પણ વાંચો : Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને શું છે 1 તોલાનો ભાવ