તમારા બોસના નામથી પેમેન્ટ ચૂકણી માટેનો મેસેજ આવે તો સાવધાન, તમારી સાથે ફ્રોડ થઈ શકે છે

|

Jan 24, 2022 | 12:59 PM

નર્મદ યુનિવર્સિટીના કુલપતિના નામનો મેસેજ કરીને તેમની નીચેના કર્મચારીને ગિફ્ટ પાઉચર ખરીદી આપવાનું કહેવામાં આવ્યું, છેતરપિંડીની આ નવી તરકીબથી પોલીસ પણ ચોકી ગઈ.

તમારા બોસના નામથી પેમેન્ટ ચૂકણી માટેનો મેસેજ આવે તો સાવધાન, તમારી સાથે ફ્રોડ થઈ શકે છે
Beware if you receive a payment message in your boss's name, you may be fraudulent

Follow us on

સુરત (surat) માં નર્મદ યુનિવર્સિટીના કુલપતિ (Chancellor)ના નામનો ઉપયોગ કરી છેતરપિંડીના મેસેજ કરાયા હતા જેમાં કુલપતિ દ્વારા સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદની અરજી કરાઈ હતી. નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી (fraud) કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે સંદર્ભે કુલપતિ દ્વારા સાઇબર ક્રાઇમ (Cyber Crime) માં ફરિયાદ કરવામાં આવી હતી. તે બાબતે સાયબર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ. કશ્યપસિંહ ખરચિયા અને આર્કિટેક્ચર વિભાગના પ્રધ્યાપક ડૉ. વિરેન મહિડાને વ્હોટ્સએપ પર બપોરે 2.40 અને 2.52 કલાકે +91 9319861095 પરથી પોતે વીર નર્મદ યુનિવર્સિટી (Narmad University) ના વીસી ડૉ. કિશોરસિંહ ચાવડા છે અને પોતે એક મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેમનું એક કામ કરવા કહેવામાં આવ્યું હતું. જેથી તેમના વતી એમેઝોનના ગિફ્ટ કાર્ડ ખરીદવાના છે. જે કરવામાં માટે કહેવામાં આવ્યું હતું.

આમ આવા મેસેજ આવતા ડૉ. કશ્યપસિંહ ખરચિયા અને ડૉ. વિરેન મહિડાએ કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાને તરત જ કૉલ કરી આ અંગે માહિતગાર કર્યા હતા. કોલ કરતા કુલપતિ ચાવડા ચોકી ગયા હતા. બાદમાં કુલપતિ દ્વારા ફ્રોડ મેસેજ કરનારના નંબર ચેક કરતા કોલ કરનારના નંબરમાં ટ્રુ-કોલર એપ્લિકેશનમાં પણ ડો. કિશોરસિંહ એન ચાવડા નામ લખેલું આવતું હતું. આ સંદર્ભે તાત્કાલિક કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ બંનેને જણાવ્યું હતું કે તેમના દ્વારા આવા કોઈ મેસેજ કરવામાં આવ્યા નથી. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમના નામનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા મેસેજ કરવામાં આવ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ અંગે સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદની અરજી કરવામાં આવી હતી. તે બાબતે સુરત સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે આવા ફોર્ડને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુનિવર્સિટીનાં કુલપતિના ફેક ઈ-મેઇલ આઇડી બનાવી તેના પરથી મેઈલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

Next Article