Surat: બારડોલીના અસ્તાન ગામે લાગ્યા મતદાન બહિષ્કારના બેનરો, જાણો કેમ સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ
Surat: બારડોલીના અસ્તાન ગામે મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા છે. તો સામાન્ય સીટ ન ફાળવાતા સ્થાનિકોએ કર્યો વિરોધ નોંધાવ્યો છે.
Surat: બારડોલીના અસ્તાન (Bardoli Astan) ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat Election) મતદાન બહિષ્કાર કરવાના બેનરો લાગ્યા છે. અસ્તાન ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકમાં સામાન્ય સીટની ફાળવણી ન કરતા ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો છે. છેલ્લી ચાર ટર્મથી વોર્ડ નંબર 1 માં અનામત મહિલા અને બિન અનામતની સામાન્ય સીટ ફાળવવા ન આવતા સ્થાનિકોએ મતદાન બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા છે.
આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા કલેકટર સુધી લેખિતમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. તો ગ્રામજનોનું કહેવું છે કે આ ફળિયામાં ચાર ટર્મથી સામાન્ય સીટ આવી નથી. આ ફળિયામાં 145 મતદાર સામાન્ય સંખ્યા છે તો અનુસૂચિત જાતી અને જનજાતિ ના મતદાર 35 છે. રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું ન હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જનાચી દઈએ કે સુરત સહિત સમગ્ર રાજ્યમાં આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી (Election ) યોજનાર છે. સુરત જિલ્લામાં 492 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચુંટણી માટે 1730 ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જ્યારે 4260 વોર્ડ બેઠકો માટે 8808 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
7 ડિસેમ્બર ફોર્મ પરત લેવાના અંતિમ દિવસને પગલે મોડી સાંજ સુધીમાં સરપંચ અને વોર્ડ બેઠકોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. તો ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે સુરતમાં સરપંચ માટે દાવેદારી નોંધાવનારા 25 અને સભ્યની ચુંટણીમાં ઝંપલાવનારા 141 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ, SOG એ મેળવ્યા વોરંટ
આ પણ વાંચો: વર્દીનો રોફ: ફ્રૂટના પૈસા માંગતા ગર્ભવતી મહિલાને માર્યો માર! હાઇકોર્ટનો પોલીસકર્મી સામે ગુનો નોંધવા આદેશ