AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્દીનો રોફ: ફ્રૂટના પૈસા માંગતા ગર્ભવતી મહિલાને માર્યો માર! હાઇકોર્ટનો પોલીસકર્મી સામે ગુનો નોંધવા આદેશ

વર્દીનો રોફ: ફ્રૂટના પૈસા માંગતા ગર્ભવતી મહિલાને માર્યો માર! હાઇકોર્ટનો પોલીસકર્મી સામે ગુનો નોંધવા આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:48 AM
Share

Ahmedabad: નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગર્ભવતી મહિલાને માર મારવા કેસમાં પોલીસકર્મી દિલિપસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના (Ahmedabad) નિકોલ પોલીસ (Nikol Police station) સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી દિલિપસિંહ સામે ફરિયાદ નોંધાઇ છે. ગર્ભવતી મહિલાને માર મારવા કેસમાં મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસકર્મી દિલિપસિંહ પાસે ફ્રુટના રૂપિયા માંગતા મહિલા અને તેના પરિવારને માર મારવામાં આવ્યો હોવાની વાત ફરિયાદમાં કરવામાં આવી હતી. સાથે જ તેના પતિ સહિત પરિવાર પર ખોટી ફરિયાદ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે હાઈકોર્ટમાં રજુ કરેલા પુરાવા આધારે હાઈકોર્ટે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. જેથી મહિલા દ્વારા મહિલા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ મહિલાએ પોલીસકર્મી વિરુધ્ધ લૂંટનો પણ આક્ષેપ લગાવ્યો છે. જે અંગે મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા આવા જ એક કેસમાં હાઈકોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા હતા. જેમાં ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘરેથી ઘસેડી પોલીસ સ્ટેશન લઈ જવાનો મુદ્દે 6 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતા. આ કેસમાં બે મહિલા સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા. તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા પોલીસ કમિશનરને ભલામણ કરાઈ.

મકાન માલિકે ભાડે રહેતા પીઆઇ વી.જી. રાઠોડ પાસે મકાન ખાલી કરાવતા અદાવત રાખી ચાંદખેડા પીઆઇ સાથે મળી વૃદ્ધ દંપતી સાથે આવો વ્યવહાર કરાયાનો આક્ષેપ હતો. કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિત કાર્યવાહીના આદેશ કરતા કાર્યવાહી કરાઇ હતી.

 

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનને લઈને AMC એલર્ટ, વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો: Bhavnagar: ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ બાઈક સળગાવી કરી તોડફોડ, જાણો વિગત

g clip-path="url(#clip0_868_265)">