BAPS સ્વામિનારાયણ સંસ્થાને રામ મંદિર માટે આપ્યું 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનું દાન

Bhavesh Bhatti

|

Updated on: Feb 13, 2021 | 2:02 PM

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કરાયો છે.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કરાયો છે. ગોવિંદદેવગીરીજી મહારાજે આ ચેક આપીને રામ મંદિર માટે દાન કર્યું છે. મહત્વનું છે કે રામ મંદિરના નિર્માણ માટે ગઈકાલ સુધીમાં રૂપિયા 1 હજાર 590 કરોડ રૂપિયા દાન પેટે મળ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે, દેશના વધુમાં વધુ મંદિર અને ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે માતબર રકમ આપવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ લોકોને રામ મંદિર માટે દાન કરવા અપીલ કરી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati