પડતર માંગણીઓ પૂરી ન થવાથી નારાજ ગૌશાળા સંચાલકો પશુધનને લઇને રસ્તા પર ઉતર્યા

|

Sep 23, 2022 | 11:18 AM

ગૌશાળાના સંચાલકોએ ગૌશાળાની ગાયોને રસ્તા પર છોડી વિરોધ નોંધાવ્યો છે. લાખણીની ગેળા અને કુડાની ગૌશાળાની ગાયોને રસ્તા પર લઇ સરકારી કચેરી તરફ સંચાલકો નીકળ્યા હતા સંચાલકોનો આક્ષેપ છે કે સરકાર છ મહિના પહેલા સહાય આપવાની જાહેર કરી હતી, પરંતુ હજી સુધી સહાય મળી નથી.

પડતર માંગણીઓ પૂરી ન થવાથી નારાજ ગૌશાળા સંચાલકો પશુધનને લઇને રસ્તા પર ઉતર્યા

Follow us on

ગુજરાતમાં  (Gujarat) પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો તેમના પડતર પ્રશ્નો નહી ઉકેલાતા નારાજ છે. નારાજ થયેલા પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોએ તેમના ત્યા આશરો લઈ રહેલા પશુઓને જાહેર રસ્તા ઉપર છોડી મૂક્યા હતા. ઉતર ગુજરાતના  (North Gujarat) ગૌશાળાઓ પાંજરાપોળના સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, તેમને પશુ  (Cattle) નિભાવ માટે મળવાપાત્ર 500 કરોડની સહાય હજુ સુધી આપવામાં આવી નથી. જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળનું સંચાલન કરવું આર્થિક રીતે ખુબ જ મુશ્કેલ બન્યું છે. જો તેમની પડતર માંગણી નહી સંતોષાય તો, પશુઓને સરકારી કચેરી તેમજ રાસ્તા ઉપર જાહેરમાં છોડી દેવાની ચીમકી આપવામાં આવી હતી.

રાજ્ય સરકારે ગૌશાળાઓ પાંજરાપોળોને 500 કરોડની સહાય ન ચૂકવતા બનાસકાંઠાના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગૌશાળા પાંજરાપોળને સહાય ચૂકવવાની માગ સાથે સંચાલકોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને ડીસા હાઇવ પર ચક્કાજામ કર્યો છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગૌશાળાના સંચાલકોએ ગૌશાળાની ગાયોને રસ્તા પર છોડી વિરોધ નોંધાવ્યો છે. લાખણીની ગેળા અને કુડાની ગૌશાળાની ગાયોને રસ્તા પર લઇ સરકારી કચેરી તરફ સંચાલકો નીકળ્યા હતા સંચાલકોનો આક્ષેપ છે કે સરકાર છ મહિના પહેલા સહાય આપવાની જાહેર કરી હતી, પરંતુ હજી સુધી સહાય મળી નથી. એટલું જ નહીં આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો લવાયો નથી. આખરે કંટાળીને ગાયોને સરકારની કચેરીમાં છોડવાનો નિર્ણય લીધો છે.

તો બીજી તરફ ગૌશાળા સંચાલકોની ચીમકીને પગલે જિલ્લા પોલીસ એલર્ટ બની છે અને ડીસા સહિત અનેક ગૌશાળા-પાંજરાપોળ બહાર પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે. સંચાલકો પશુઓ સાથે સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે અને સંચાલકોને સરકારી કચેરી સુધી પશુ લઇને જતા અટકાવશે.

પાટણમાં પણ પાંજરાપોળને મરાયા તાળા

ઉત્તર ગુજરાતના પાટણમાં  પશુ સહાય ન મળતા પાંજરાપોળના સંચાલકો આજે પશુઓને સરકારી કચેરીઓમાં છોડી મૂકવા સુધીનો રોષ વ્યક્ત કર્યો હતો. પાટણમાં સંચાલકોએ પાંજરાપોળોને તાળા મારી દીધા છે  સાંતલપુર, વારાહી અને રાધનપુરમાં પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ વ્યાપેલો છે અને તેમણે હજારો પશુઓને રસ્તા પર છોડીને વિરોધ દર્શાવ્યો છે.

Next Article