Junagadh: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેશોદ એરપોર્ટનું લોકાર્પણ કરશે, કાલથી ફ્લાઇટ શરૂ થશે

17 એપ્રિલથી ઉડાન ભરનારી પ્રથમ ફલાઇટ હાઉસફુલ છે. પ્રથમ દિવસે ઉડાન ભરનારી ફલાઇટના ટિકિટ ભાવ 2 હજાર 950થી 6 હજાર 500 રૂપિયા છે. રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

Junagadh: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેશોદ એરપોર્ટનું લોકાર્પણ કરશે, કાલથી ફ્લાઇટ શરૂ થશે
Junagadh Union Aviation Minister Jyotiraditya Scindia will inaugurate Keshod Airport today, flight will start from tomorrow
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 10:10 AM

જૂનાગઢ (Junagadh) ના હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. કેશોદ (Keshod) એરપોર્ટ પર આજથી કોમર્શિયલ ફલાઇટ સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ( Aviation Minister Jyotiraditya Scindia) કેશોદ એરપોર્ટનું લોકાર્પણ (inauguration) કરશે. એરપોર્ટ (Airport) ના નવીનિકરણ બાદ આજે જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે. એરલાઇન્સ એર ATR 72 સીટનું વિમાન ઉડાન ભરશે. મુંબઈ-કેશોદની ફલાઈટ અઠવાડિયામાં રવિવાર, બુધવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ ઉડાન ભરશે. ઉડાન યોજના અંતર્ગત મુંબઈ-કેશોદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થશે જેનાથી સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સમયાંતરે ફલાઇટમાં વધારો તેમજ નવા રૂટ શરૂ થવાની સંભાવના પણ છે.

આવતીકાલ 17 એપ્રિલથી ઉડાન ભરનારી પ્રથમ ફલાઇટ હાઉસફુલ છે. પ્રથમ દિવસે ઉડાન ભરનારી ફલાઇટના ટિકિટ ભાવ 2 હજાર 950થી 6 હજાર 500 રૂપિયા છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન સહિત રાજ્ય કક્ષાના પ્રધાન હાજર રહેવાના હોવાથી ઉદ્ઘાટન સમયની સભાખંડ સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

જૂનાગઢ જિલ્‍લાના કેશોદ શહેરમાં આવેલું એરપોર્ટ ઘણા સમયથી બંધ હોવાથી તેને ધમધમતુ કરવા ઉધ્યોગો સાથે વેપારી મંડળો દ્વારા રજૂઆતો સાથે માંગણી કરવામાં આવતી હતી, જેના પગલે એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કેશોદ એરપોર્ટ પર વર્ષ-2000માં કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ સમયે 13 સીટનું વેઈટીંગ રહેતુ હતું. જે તે સમયે દિવ એરપોર્ટ શરૂ થતા ટ્રાફિક ઓછો થયો હતો. કેશોદ વાણિજ્ય વિમાની સેવા બંધ થતા વેપારીઓ અને દેશ- વિદેશમાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યોએ રજૂઆત કરતા કેન્દ્ર સરકારે આ એરપોર્ટનો ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. બાદમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરાય હતી. હવે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, ઘટનાના 63 દિવસમાં સજા સંભળાવાશે

આ પણ વાંચોઃ Ahmedabad: વહેલી સવારે ધુમ્મસ છવાયું, રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા નહિવત્

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">