Ambaji માં ચાર દિવસમાં 11 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, દાનની આવકમાં પણ વધારો

શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાં શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)  ભાદરવી પૂનમના મહા મેળાનું(Bhadarvi Poonam Melo)  આજે ચોથો દિવસ છે ત્યારે ગુજરાત ભરમાંથી આવતા શ્રદ્ધાળુઓએ(Devotees)  માં અંબાના ભંડારને છલકાવ્યો છે

Ambaji માં ચાર દિવસમાં 11 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, દાનની આવકમાં પણ વધારો
Ambaji Temple Devotees
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 4:18 PM

શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાં શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)  ભાદરવી પૂનમના મહા મેળાનું(Bhadarvi Poonam Melo)  આજે ચોથો દિવસ છે ત્યારે ગુજરાત ભરમાંથી આવતા શ્રદ્ધાળુઓએ(Devotees)  માં અંબાના ભંડારને છલકાવ્યો છે. આની સાથે સાથે પ્રસાદ થકી પણ અંબાજી મંદિરમાં દાનની આવકમાં વધારો થયો છે. જેમાં અંબાજી પૂનમના ભાદરવી ના મહા મેળા નો આજે ચોથો દિવસ છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પદયાત્રીઓનો સમૂહ છે શ્રદ્ધાળુઓ પણ લાખો ની સંખ્યામાં આવી રહ્યા છે અને માં અંબાના ભંડારને છલકાવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં એક કરોડ કરતાં પણ વધુ રોકડ માં અંબાના ભંડારમાં આવી છે લાખો લોકોએ રોકડ સ્વરૂપે માતાજીને દાનની સરવાણી વહાવી છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં 11 લાખ કરતા વધુ લોકોએ દર્શન કર્યા છે અને અઢી કરોડ જેટલા રૂપિયાના પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે ત્યારે હજુ પણ ભાદરવી મહા મેળામાં લાખો પદયાત્રીકો આવશે અને માં અંબા ના ભંડારને છલકાવશે.

અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તો અંબાજી માતાને 1 કિમી લાંબી ધ્વજા અર્પણ કરાઈ છે. દાહોદના લીમખેડાનો સંઘ 1 કિલોમીટર લાંબી ધ્વજા સાથે અંબાજી પહોંચ્યો હતો. અને 1152 ગજની ધ્વજા માતાજીને અર્પણ કરી હતી. 300 લોકોના આ સંઘે જય અંબેના નાદ સાથે પદયાત્રા કરીને માતાજીના દરબાર સુધી યાત્રા ખેડી હતી. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Flight પકડવા માટે કેટલા કલાક પહેલા એરપોર્ટ પર પહોચવું જોઈએ?
Ambani's Neighbor : એન્ટિલિયાની બીજુમાં મોટી બિલ્ડિંગ કોની છે, અંબાણીને કોણ આપી રહ્યું છે ટક્કર?
Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ

અંબાજી મંદિર ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સુચારુ રીતે તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ 28 સમિતિઓ સુચારુ વ્યવસ્થા કરશે. જેમાં વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા પર નજર કરીએ તો 5 વિશાળ ડોમ જ્યાં આરામની વ્યવસ્થા, 3 જગ્યાએ ભોજનની વ્યવસ્થા, દિવ્યાંગ અને સિનિયર સિટિઝન માટે વિશિષ્ઠ વ્યવસ્થા, સ્વચ્છતા માટે 700થી વધુ સફાઈકર્મીઓ, સીસીટીવીથી સર્વેલન્સ થકી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ખાતે કરવામાં આવેલ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ પ્રશંસા કરી રહ્યા છે. દૂબઈથી માં અંબાના દર્શનાર્થે આવેલ અસ્મિતાબેન સોની મંદિરે દર્શન કર્યા બાદ જણાવે છે કે ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">