ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે- ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

ઠાકોર સમાજના સુધારણા માટે કેટલીક બાબતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જેમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમા DJ પર પ્રતિબંધ સહિત કુંવારી દીકરીઓને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે- ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
MLA Geniben thakor
Follow Us:
| Updated on: Feb 20, 2023 | 9:32 AM

બનાસકાંઠાના ભાભરના લુણસેલા ખાતે ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપુના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજના સુધારણા માટે કેટલીક બાબતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જેમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમા DJ પર પ્રતિબંધ સહિત કુંવારી દિકરીઓને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મોબાઈલ વપરાશના કારણે સમાજની બદનામી – MLA ગેની બેન ઠાકોર

જાહેર મંચ પરથી વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતુ કે ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે. મોબાઈલ વપરાશના કારણે સમાજની બદનામી થાય છે.તો વધુમાં કહ્યુ હતુ કે, દરેક મા-બાપ જ્યાં સુધી દિકરી કુંવારી હોય ત્યા સુધી દિકરી પર કંટ્રોલ રાખે એવી સૌ વડીલોને મારી વિનંતી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા યોજાયેલા સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ તાલિબાની નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હાલ આધુનિક સમયમાં ધારાસભ્યની આ વિચારસરણી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">