બનાસકાંઠા: લમ્પી વાયરસને નાથવા બનાસ ડેરી પણ મેદાનમાં, યુદ્ધના ધોરણે પશુઓનું રસીકરણ હાથ ધરાયુ

|

Aug 04, 2022 | 9:07 AM

105 જેટલા ગામડાઓના પશુઓમાં આ રોગ નાબૂદ કરવામાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરીને (banas dairy) સફળતા મળી છે,ત્યારે પશુપાલકોનું માનવું છે કે આ પ્રક્રિયાને હજુ વધુ ઝડપી બનાવાય તો સત્વરે આ રોગમાંથી મુક્તિ મળી શકે.

બનાસકાંઠા: લમ્પી વાયરસને નાથવા બનાસ ડેરી પણ મેદાનમાં, યુદ્ધના ધોરણે પશુઓનું રસીકરણ હાથ ધરાયુ
vaccination of cattle affected of lumpy virous

Follow us on

બનાસકાંઠા (banaskantha) જિલ્લામાં લમ્પી વાયરસનો (Lumpy Virus)  ફેલાવો અટકાવવા તંત્ર શરૂઆતથી જ એલર્ટ જોવા મળી રહ્યું છે.જિલ્લાના કુલ 200 જેટલા ગામડાઓમાં સંક્રમણ ફેલાતા વહીવટીતંત્ર અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને તમામ જરૂરી માર્ગદર્શન તેમજ યુદ્ધના ધોરણે પશુઓનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ રસીકરણ (Vaccination)અભિયાનમાં છેલ્લા એક અઠવાડિયામાં પાંચ લાખ પશુઓને રસી અપાઇ છે.જ્યારે 1100 જેટલા પશુઓ રોગ મુક્ત થયા છે અને 105 જેટલા ગામડાઓના પશુઓમાં આ રોગ નાબૂદ કરવામાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરીને (banas dairy) સફળતા મળી છે,ત્યારે પશુપાલકોનું માનવું છે કે આ પ્રક્રિયાને હજુ વધુ ઝડપી બનાવાય તો સત્વરે આ રોગમાંથી મુક્તિ મળી શકે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

1600થી વધુ ગાયોના લમ્પીના કારણે મોત

20 જિલ્લાઓ લમ્પી વાયરસની (Lumpy virus case) લપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 1600થી વધુ ગાયોના લમ્પીના કારણે મોત થયા છે. તંત્રના સબસલામતના દાવા વચ્ચે હજુ પણ લમ્પીના કેસ વધી રહ્યા છે.દાહોદ (Dahod) અને સાબરકાંઠાના (sabarkantha) ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ લમ્પીગ્રસ્ત થતા ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ લમ્પી રોગના કારણે દૈનિક દૂધ ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની (Saurashtra -Kutch)ડેરીઓમાં 5થી લઈને 27 ટકા દૈનિક દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

Published On - 8:10 am, Thu, 4 August 22

Next Article