AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરોમાં પાણી ઘૂસે ત્યારે કેવું થાય? સાંભળો દિયોદરના લક્ષ્મીપુરાના લોકોની જુબાની, જુઓ Video

બનાસકાંઠાના દિયોદરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદને કારણે લક્ષ્મીપુરા વિસ્તાર જળબંબાકાર બન્યો છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ઘરોમાં પાણી ઘૂસે ત્યારે કેવું થાય? સાંભળો દિયોદરના લક્ષ્મીપુરાના લોકોની જુબાની, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2026 | 12:05 PM
Share

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તાર, ખાસ કરીને વોર્ડ નંબર 14, સંપૂર્ણપણે જળબંબાકાર બન્યો છે. સવારથી વરસી રહેલા વરસાદે લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરી દીધા છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માહિતી અનુસાર, આજે વહેલી સવારે પણ 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યાને વધુ વિકટ બનાવી છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતા તેમનો રોજિંદો વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. “હાલત બે દિવસથી એટલી ગંભીર છે કે અમારે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે,” તેમ એક સ્થાનિક નિવાસીએ જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ, તેમના ધંધા-રોજગાર પણ બંધ પડી ગયા છે અને તેમને પાણીના તાત્કાલિક નિકાલની માંગ છે. આ પાણીની સમસ્યા આજની નથી, પરંતુ વર્ષોથી તેમની આ સમસ્યા ચાલી રહી છે.

લક્ષ્મીપુરાના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. પાણી ભરાવાને કારણે બાળકો અને વૃદ્ધોની હાલત દયનીય બની છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી ખાવા-પીવાની વ્યવસ્થા પણ કથળી છે. એક સ્થાનિક વૃદ્ધે જણાવ્યું કે, “અમારા ઘરમાં કેડ-કેડ સમા પાણી ભરાયા છે, કોઈ નિકાલ નથી. છેલ્લાં બેંસી વર્ષથી આ જ પરિસ્થિતિ છે. અમારે ખૂબ મુશ્કેલી પડે છે. છોકરા-બાળકોને પણ બહાર ચડી રહેવું પડે છે.”

સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની ફરિયાદ છે કે આટલા મોટા પાયે પાણી ભરાયા હોવા છતાં કોઈ અધિકારી કે નેતા તેમના ઘર સુધી પહોંચ્યા નથી. “કોઈ અધિકારીઓ કે નેતાઓ આવે છે અને જોઈને જતા રહે છે,” તેમ એક રહીશે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોની એકમાત્ર માંગ પાણીના નિકાલની છે. તેઓ કહી રહ્યા છે કે, “ગમે તેમ કરીને આ પાણીનો નિકાલ કરો. સાહેબોને, અધિકારીઓને, મીડિયાવાળા સાહેબોને બધાને વિનંતી છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવે.”

લક્ષ્મીપુરા વિસ્તારના લોકોની માંગણી સ્પષ્ટ છે: “જમવાનું નહીં મળે તો ચાલશે પરંતુ ઘરમાંથી પાણીનો નિકાલ થવો જોઈએ.” તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં તંત્ર સામે નારાજગી પ્રવર્તી રહી છે. દિયોદરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, અને લોકો આ હાલાકીમાંથી મુક્તિ મેળવવા માટે વલખાં મારી રહ્યા છે.

નવસારીમાં પૂરનો હાહાકાર, સંઘવી અને પાટીલની તંત્ર સાથે બેઠક, જુઓ Video

Follow Us
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
g clip-path="url(#clip0_868_265)">