AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠામાં પાલનપુર બજારમાં કારમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી

બનાસકાંઠામાં પાલનપુર બજારમાં કારમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:34 PM
Share

કારમાં આગ પાલનપુરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાન નજીક લાગતા અફડા તફડી મચી હતી. કારણ કે જો આગ ફટાકડાની દુકાનમાં લાગવાની સંભાવના વધી જાત

ગુજરાતના(Gujarat)  બનાસકાંઠાના(Banaskantha) પાલનપુરમાં બજાર વચ્ચે કારમાં આગ(Fire)  લાગવાની ઘટના સામે આવી છે. જેમાં દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજાર નજીક કારમાં આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

જો કે કારમાં આગ  પાલનપુરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાન નજીક લાગતા અફડા તફડી મચી હતી. કારણ કે જો આગ ફટાકડાની દુકાનમાં લાગવાની સંભાવના વધી જાત તેમજ તેની સાથે સાથે સમગ્ર બજારમાં આગ લાગવાની પણ શક્યતા વધી જાત. જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત થતી ટળી હતી.

જો કે બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મુખ્ય બજારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે. જેમાં ફટાકડાની લારીમાં આગ લાગતા રસ્તા પર નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામ આવી હતી.

તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાઇ હતી. જો કે આ દરમ્યાન લાયસન્સ વગર ફટાકડાનું ખુલ્લામાં વેચાણ કરાતા બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો : વડોદરામાં વેલ્ડિંગ કરતી વખતે રિક્ષામાં આગ, કારીગર ભડભડ સળગી ગયો

આ પણ વાંચો : સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો

Published on: Oct 31, 2021 12:33 PM
g clip-path="url(#clip0_868_265)">