AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વાવ-થરાદના ભારત માલા હાઈવે પર વાહનોમાંથી ચોરી કરતી ગેરીયા ગેંગ ઝડપાઈ, રૂ. 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

ગેરીયા ગેંગને LCB અને SOGની સંયુક્ત ટીમે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

Breaking News : વાવ-થરાદના ભારત માલા હાઈવે પર વાહનોમાંથી ચોરી કરતી ગેરીયા ગેંગ ઝડપાઈ, રૂ. 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત
Gariya gang
| Updated on: Jun 14, 2026 | 1:14 PM
Share

બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા હાઈવે પર ચાલતા વાહનોમાંથી માલસામાનની ચોરી કરતી ગેરીયા ગેંગને LCB અને SOGની સંયુક્ત ટીમે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

માલસામાનની ચોરી કરતી ગેરીયા ગેંગને પોલીસે ઝડપી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગ સાંતલપુરથી રાજસ્થાન બોર્ડર સુધીના ભારત માલા હાઈવે પર પસાર થતા વાહનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી. ગેંગના ત્રાસથી વાહનચાલકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

LCB અને SOGને મહત્વની સફળતા મળી

સુઈગામ અને વાવ પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓની તપાસ દરમિયાન LCB અને SOGને મહત્વની સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 700 ગ્રામના સોયાબીન તેલની 451 બોટલો, ચોખાના કટ્ટા, પિકઅપ ડાલુ સહિત કુલ રૂ. 4.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સામે અગાઉ પણ સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વધુ તપાસ કરી રહી છે.

પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે.

ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
g clip-path="url(#clip0_868_265)">