AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BANASKATHA : પૂર્વ ગૃહમંત્રીના પ્રયત્નોથી મુંબઈના વેપારીઓ દ્વારા જીલ્લાને બે કરોડના મેડીકલ સાધનોની સહાય

BANASKATHA : કોરોના મહામારીમાં સૌથી મોટી સમસ્યા મેડિકલના સાધનોની છે. જે વચ્ચે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર માટે મુંબઈના જેમ્સ એન્ડ જ્વેલરી વિભાગના વેપારીઓ મદદે આવે છે.

BANASKATHA : પૂર્વ ગૃહમંત્રીના પ્રયત્નોથી મુંબઈના વેપારીઓ દ્વારા જીલ્લાને બે કરોડના મેડીકલ સાધનોની સહાય
જિલ્લાને મળી મુંબઇના વેપારીઓની સહાય
Kuldeep Parmar
| Edited By: | Updated on: May 10, 2021 | 6:29 PM
Share

BANASKATHA : કોરોના મહામારીમાં સૌથી મોટી સમસ્યા મેડિકલના સાધનોની છે. જે વચ્ચે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર માટે મુંબઈના જેમ્સ એન્ડ જ્વેલરી વિભાગના વેપારીઓ મદદે આવે છે. પૂર્વ ગૃહમંત્રી અને બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીના પ્રયત્નોથી મુંબઈના વેપારીઓ દ્વારા બે કરોડથી વધુના મેડિકલ સાધનોની સહાય બનાસકાંઠા જિલ્લાના લોકોને કરવામાં આવી છે. જે મેડીકલ ના સાધનો કોરોના મહામારી સમયે લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બનશે.

બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ હોય એવા અનેક લોકો મુંબઈ ના અને હીરા બજારના ઝવેરીઓની સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. જેથી વતનનું ઋણ ચૂકવવા જીલ્લાને રૂ. ૨.૩૯ કરોડના મેડીકલના સાધનોની ભેટ મળી છે. આ મેડીકલ સાધનોમાં રૂ. ૧૧ લાખના એક એવા કુલ-૧૫ વેન્ટીલેટર, ૨૦૦ ઓક્શિજન કોન્સન્ટ્રેટર અને ૧૦ મલ્ટીપેરા મોનીટર સહિતના અન્ય મેડીકલ સાધનો આપવામાં આવ્યા છે.

આ સાધનોને આજે હરિભાઈ ચૌધરીએ જીલ્લાના આરોગ્ય વિભાગને સુપ્રત કર્યા હતા. જીલ્લા કલેકટર આનંદ પટેલે કરોડોના સાધનોનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, કોરોનાની બીજી મહામારીએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે. બનાસકાંઠા જિલ્લો ખુબ મોટો જિલ્લો છે. મારી માંગણીને ધ્યાને લઇ મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી નેશલન રિલીફ ફાઉન્ડેશન તરફથી બે કરોડ થી વધુની કિંમતના મેડીકલ સાધનો મદદ માટે મળ્યા છે. બનાસકાંઠા જિલ્લા પર કુદરતી આફત હોય કે મહામારી મુંબઈ જેમ્સ અને જવેલરી વિભાગના વેપારીઓ હંમેશા જીલ્લાને મદદ કરતા આવ્યા છે.

મુંબઈ ના વેપારીઓ દ્વારા આટલી મોટી મેડીકલ સાધનોની સહાય મામલે જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ભારતના હીરા બજારમાં પાલનપુરવાસીઓનું બહુ મોટું યોગદાન છે. મુંબઇમાં રહેતા પાલનપુરના વતનીઓએ વતનનું ઋણ અદા કરવા માટે સવા બે કરોડની માતબર રકમના વેન્ટીલેટર, ઓક્શિજન કોન્સન્ટ્રે્ટર, મલ્ટીપેરા મોનીટર સહિતના મેડીકલના સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે મળ્યાં છે.

આ મેડીકલના સાધનો જિલ્લાના અંતરીયાળ ગામડા અને જરૂરીયાતમંદ વિસ્તારમાં પહોંચડવામાં આવશે. જે કોરોના મહામારી સમયે આશીર્વાદરૂપ બનશે. જીલ્લા ના કલેકટર તરીકે દાતાઓનો આભાર વ્યક્ત કરૂં છું.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">