Banaskantha: ભારત પાકિસ્તાન બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ, નડાબેટ સીમા સરહદે હર ઘર તિરંગા અભિયાનની સેનાના જવાનોએ કરી ઉજવણી

|

Aug 07, 2022 | 2:58 PM

Banaskantha: ભારત પાકિસ્તાન સરહદે દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. નડા બેટ સીમા પર સેનાના જવાનોએ 'હર ઘર તિરંગા અભિયાનન'ની ગૌરવભેર ઉજવણી કરી હતી અને હાથમાં તિરંગો લઈ કૂચ કરતા BSFના જવાનોએ લોકોને પણ હર ઘર તિરંગા અભિયાન'માં જોડાવા નાગરિકોને અપીલ કરી હતી.

Banaskantha: ભારત પાકિસ્તાન બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ, નડાબેટ સીમા સરહદે હર ઘર તિરંગા અભિયાનની સેનાના જવાનોએ કરી ઉજવણી
નડાબેટ બોર્ડર

Follow us on

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમા જિલ્લા ભાજપના નેતાઓ, સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. જેમા અંબાજીથી શરૂ થયેલી આ તિરંગા યાત્રાનુ ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિરે સમાપન કરવામાં આવશે. આ તિરંગા યાત્રા (Tiranga Yatra) દરમિયાન 1551 ફુટનો લાંબો તિરંગો સહુ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તો આ તરફ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા અભિયાન’(Har Ghar Tiranga) અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે ત્યારે દેશની આન બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશની સીમા સરહદ નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા જવાનો હાથમાં તિરંગો લઈ કુચ કરી રહ્યા છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે તેઓ નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

નડાબેટ સીમા પર ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13થી 15 ઓગષ્ટ સુધી ‘હરઘર તિરંગા અભિયાન’ શરૂ કરાયું છે જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી.એસ.એફ.ના પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘‘સીમા દર્શન પ્રોજેક્ટ’’નું તાજેતરમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યુ હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત-પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળે છે જેને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. દેશની સ્વતંત્રતાનો મહાપર્વ નજીકમાં છે અને હાલમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા દેશવાસીઓને આઝાદીની ઉજવણીમાં જોડવાનું આહ્વાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યુ છે ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે લોકો હરઘર તિરંગા ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.

“રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને વધુુ ગાઢ બનાવવાનો ઉદ્દેશ્ય”

અગાઉ ધ્વજનો ઉપયોગ માત્ર સંસ્થાકીય કાર્યો અને ઔપચારિક પ્રસંગો માટે થતો હતો. ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ શકશે. આ અભિયાન થકી લોકોને આપણા રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃત કરવામાં મદદ મળશે. 22 જુલાઈ-2022૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમના મતે ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જશે અને લોકોમાં રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે પણ જાગૃતિ ફેલાવશે.

આ ઝુંબેશ એવી અપેક્ષા રાખે છે કે દરેક ભારતીય 15 મી ઓગષ્ટે પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવે. આ અભિયાન અંતર્ગત 13 થી 15 ઓગષ્ટ દરમિયાન ધ્વજવંદન ફરકાવવા કરવા અનુરોધ કરાયો છે. જેના ભાગરૂપે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાનો, ઘરો, ઇમારતો એમ તમામ સ્થળોએ તિરંગો ફરકાવી લોકો પોતાની દેશભક્તિ વ્યકત કરી શકશે.

Next Article