Banaskantha: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ

Banaskantha News: રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે લોકો વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ અછવાડિયા ગામના દિલીપ રાજપૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

Banaskantha: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ
દિયોદરની મહિલાએ બે વ્યાજખોર સામે નોંધાવી પોલીસ ફરિયાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 11:52 AM

બનાસકાંઠાના દિયોદરમાં વ્યાજખોરોનો ત્રાસ હોવાની એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ બે વ્યાજખોરો સામે પોલીસમાં અરજી કરી છે. મહિલાએ વ્યાજખોરોએ પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વ્યાજખોરોએ પીડિત મહિલા અને તેના પતિને દિયોદર છોડી દેવાની ધમકી આપી છે. દિયોદર પોલીસે બંને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે લોકો વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ અછવાડિયા ગામના દિલીપ રાજપૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તો કુંવાણા ગામના ભરત રાજપૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે.

ધંધામાં નુકસાન થતા મહિલાએ 50 હજાર રુપિયા વ્યાજે લીધા હતા. જે પછી 2.10 લાખ પરત આપવા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. ત્યારે વ્યાજખોરોએ સતત ઉઘરાણી કરતા અને ધમકીઓ આપતા મહિલાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહત્વનું છે કે આ પહેલા અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી ખાતે રહેતા ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી. મળતી માહિતી અનુસાર મહિલા વ્યાજખોરે ભરત વણઝારાને માસિક પાંચ ટકાના ઊંચા વ્યાજ દરે નાણા ધીર્યા હતા. જેમાં 2 લાખની સામે 1.77 લાખ વસૂલ કર્યા હતાં. છતા પણ તે પીડિત પાસે ચેક રિટર્ન કરવાની ધમકી આપતી હતી.

આ અંગે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે મહિલા વ્યાજખોર વારંવાર તેમના ઘરે આવતી હતી અને તેમને ડરાવતી ધમકાવતી હતી. જેની ધમકીઓથી પરેશાન થઈને અંબાજીના પીડીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંબાજી પોલીસ દ્વારા મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ હજી ધરપકડ કરવામાં આવી નથી.

વિવિધ જિલ્લામાં પોલીસની અસરકારક કામગીરી

રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે, જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87 લાખ લઈ લીધા તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઈ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">