Banaskantha: ચાઇનીઝ દોરીઓ વેચનારા પર તવાઈ, SOGએ ઝડપી 2 હજાર ઉપરાંત ફીરકી
જેમ જેમ ઉતરાયણ (Kite festival 2023) નજીક આવી રહી છે તેમ તેમ ચાઇનીઝ દોરીઓ વેચનારા ઉપર પોલીસની તવાઈ પણ વધી રહી છે. બનાસકાંઠાના થરો ટોટાળા રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાંથી SOGએ 2 હજાર 614 ચાઇનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી હતી અને દુકાન માલિકની ધરપકડ કરી લીધી હતી.
એક તરફ ઉતરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ પણ સતર્ક બનીને ચાઇનીઝ દોરીઓ વેચતા લોકોને શોધીને કાર્યવાહી કરી છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા રાજકોટ સહિત જૂનાગઢ, આણંદ બનાસકાંઠામાં પણ પોલીસ ચાઇનીઝ દોરીઓ વેચનારા સામે લાલ આંખ કરીને કાયદેસર કાર્યવાહી કરી રહી છે બનાસકાંઠાના કાંકરેજના થરામાં ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ ચાઇનીઝ દોરીઓ વેચનારા ઉપર પોલીસની તવાઈ પણ વધી રહી છે.
બનાસકાંઠાના થરો ટોટાળા રોડ ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાંથી SOGએ 2 હજાર 614 ચાઇનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી હતી અને દુકાન માલિકની ધરપકડ કરી લીધી હતી. સમગ્ર મામલે થરા પોલીસે 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ થરાના ચોર્યાસી વિસ્તારમાંથી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે અને પોલીસે દુકાન માલિક સની મકવાણાની ધરપકડ કરી છે.સાથે જ પોલીસે 336 નંગ દોરીની રીલ સાથે 47 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પણ ઓનલાઇન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સો આવી ગયા છે. સાયબર ક્રાઇમે બાતમીને આધઆરે હઝીન મન્સૂરી અને રમીઝ મન્સૂરી નામના બે શખ્સોને ઝડપી પાડ્યાં છે. સાથે જ બંને આરોપી પાસેથી 22 ચાઇનીઝ દોરીના રિલ જપ્ત કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ ઓનલાઇન ચાઇનીઝ દોરીનો ઓર્ડર લેતા હતા અને ત્યારબાદ હોમ ડિલિવરી કરી આપતા હતા.
ગત રોજ હાઇકોર્ટે ગુજરાત સરકારને કરી હતી ટકોર
ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિકો પોતાનો પતંગ કપાઈ ન જાય તે માટે કાચથી પાયેલી ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. જેમા ફસાવાથી અનેક પંખીઓ મોતને ભેટે છે તો બીજી તરફ કેટલાક કિસ્સામાં નાગરિકોના પણ મોતના બનાવો સામે આવ્યા છે. આ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવા માટે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામા પર હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે રાજ્ય સરકારે દાખલ કરેલુ સોગંદનામુ અસંતોષકારક અને કોર્ટને વિશ્વાસ અપાવે તેવુ નથી.
મહત્વનું છે કે બે દિવસ અગાઉ કરાયેલી જાહેર હિતની અરજી પર હાથ ધરેલી સુનામી દરમિયાન ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને એક ચોક્કસ સોગંદનામુ કરવા માટે આદેશ કર્યો હતો. જે બાદ ગુરુવારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મામલે અને ઉપયોગ બાદ માનવીય જીવ ઘાયલ થવા અથવા જીવ ગુમાવવામાં તથા પશુ પક્ષીઓના પણ જીવ ઘાયલ થતાં તથા ગુમાવતા અટકાવવા માટે અરજદાર તરફથી રાજ્ય સરકારને હાઇકોર્ટમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.