Banaskantha: ડીસાના ભોંયણ ગામે અનોપ મહારાજના મંદિર પર બુલડોઝર ચલાવાયું, જાણો શા માટે કરાઈ કાર્યવાહી

મંદિર તોડવા માટે બે બુલડોઝર કામે લગાડવામાં આવ્યાં હતાં. જેસીબી દ્વારા મંદિર અને તેની આસપાસમાં બનાવવામાં આવેલા અન્ય બાંધકાનો પણ તોડી પડવામાં આવ્યાં છે.

Banaskantha: ડીસાના ભોંયણ ગામે અનોપ મહારાજના મંદિર પર બુલડોઝર ચલાવાયું, જાણો શા માટે કરાઈ કાર્યવાહી
Bulldozer on Anop Maharajs temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 3:23 PM

બનાસકાંઠા (Banaskantha) માં ડીસા (Deesa) ના ભોંયણ ગામે અનોપ મહારાજનું ગેરકાયદેસર મંદિર (Temple) તોડી પાડવામાં આવ્યું છે. આજે સવારથી જ પોલીસ (Police) ના કાફલા સાથે મદિર તોડી પડાવા માટેની તૈયારી શરૂ કરાઈ હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર મંદિર બનાવાયું હતું જેથી ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ થઈ હતી. ગેરકાયદેસર મંદિર માં હિન્દૂ ને જૈન ધર્મ વિરૂદ્ધ ઉશ્કેરણીજનક કાર્યક્રમ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. આ ફરિયાદના પગલે તપાસ બાદ જિલ્લા કલેકટરે તાત્કાલિક દબાણ તોડી પાડવા હુકમ કર્યો હતો. બે જે.સી.બી મશીન સાથે મામલતદાર અને પી.આઈ સહિત અધિકારીઑનો કાફલો ભોયણ ગામમાં પહોંચી ગયો હતો અને તેની હાજરીમાં મંદિર તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસાના ભોંયણ ગામે અનોપ મહારાજના મંદિરને તાત્કાલિક તોડી પાડવા કલેકટરે આદેશ કર્યો હતો જેના પગલે ભોંયણ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જવાબ ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મંદિર તોડવા માટે બે જેસીબી મશિનને કામે લગાડવામાં આવ્યાં હતાં. જેસીબી દ્વારા મંદિર અને તેની આસપાસમાં બનાવવામાં આવેલા અન્ય બાંધકાનો પણ તોડી પડાયાં છે. છેલ્લી ઘડી સુધી મંદિર ખાલી કરવામાં આવ્યું નહોતું પણ બિલડોધર ચાલુ કરતાં જ મંદીરના વ્યવસ્થાપકોમાં દોડઘામ થઈ ગઈ હતી અને તાત્કાલિક મંદિર ખાલી કરવા લાગ્યા હતા. આજુ બાદુના બાંધકામો પર બુલડોધર ચલાવાંતાં હતાં ત્યારે માણસોને કામે લગાડી તાલ્કાતિક મંદિરની અંદરની બધો માલસામાન બહાર કાઢ્યો હતો. ત્યારે બાદ મંદિર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યાં હતાં.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ડીસા નજીક ભોયણ ગામે અનોપ સ્વામી મહારાજની ઝુપડી(મંદિર) બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં વારંવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેપ મહારાજ દ્વારા હિન્દુ અને જૈન ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો અપાતા હોય છે. તેઓ વારંવાર જૈન ધર્મ વિશે ટીપ્પણી કરતા હોવાથી તેમની સામે પોલીસ ફરિયાદો પણ થઈ હતી. આ ઉપરાંત આ મંદિર પણ ગેરકાયદે જમીન પર દબાણ કરી નેતા પર બાંધ્યું હોવાની ફરિયાદો થઈ હતી. આ અંગે તપાસ બાદ કલેક્ટરે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા આ મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">