Banaskantha : અંબાજીમાં રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી ગરમી નોંધાઇ, બજારો સૂમસામ જોવા મળ્યા

|

May 12, 2022 | 5:57 PM

બનાસકાંઠાના અંબાજીમાં(Ambaji) આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે જેના પગલે અંબાજીના બજારો સૂમસામ જોવા મળ્યા હતા. તેમજ બજારોમાં બપોરે એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. તેમજ વધુ ગરમીના લીધે અનેક દુકાનો બંધ જોવા મળી હતી. જો કે અંબાજીમાં આ અગાઉ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

Banaskantha : અંબાજીમાં રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી ગરમી નોંધાઇ, બજારો સૂમસામ જોવા મળ્યા
Ambaji Market

Follow us on

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીના (Heat Wave) પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે બનાસકાંઠાના અંબાજીમાં(Ambaji) આજે ગરમીનો પારો સૌથી વધારે નોંધાયો છે. અંબાજીમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે જેના પગલે અંબાજીના બજારો સૂમસામ જોવા મળ્યા હતા. તેમજ બજારોમાં બપોરે એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. તેમજ વધુ ગરમીના લીધે અનેક દુકાનો બંધ જોવા મળી હતી. જો કે અંબાજીમાં આ અગાઉ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના કેટલાક શહેરોતો જાણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય એટલો તાપ પડી રહ્યો છે. જેમાં 7 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં સૌથી વધુ 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ ડીસામાં 45 ડિગ્રી તો વડોદરામાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 45.8 ડિગ્રી,પાટણમાં 45 ડિગ્રી તાપમાન, ભૂજમાં 43.8 ડિગ્રી તાપમાન અને કંડલામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં અમરેલીમાં 44.8 ડિગ્રી, ભાવનગરમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં અને જૂનાગઢ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટ રહેશે તો કચ્છ, રાજકોટ, ભાવનગરમાં હિટવેવ રહેવાની આગાહી કરી છે..બીજી તરફ બે દિવસ બાદ ગરમીનો પારો બે ડિગ્રી ઘટશે.દક્ષિણી પવનના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે..ગુજરાતમાં હાલ સાયક્લોનની કોઈ અસર નહિ તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હજુ લોકોને ગરમીથી રાહત નહી મળી શકે.જી હા રાજયના લોકોને હજુ આકરા તાપમાં શેકાવું પડશે.રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી રહેશે. જયારે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટ રહેશે તો કચ્છ, રાજકોટ, ભાવનગરમાં હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી તરફ બે દિવસ બાદ ગરમીનો પારો બે ડિગ્રી ઘટશે.દક્ષિણી પવનના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. ગુજરાતમાં હાલ સાયક્લોનની કોઈ અસર નહિ તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

 

Next Article