Banaskantha: ડીસા શહેર-તાલુકાની 3.27 લાખ જનતાને ડીસા માર્કેટયાર્ડનું અકસ્માત વિમા કવચ

|

Feb 18, 2022 | 5:11 PM

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષી એ જણાવ્યું હતું કે ડીસા બજાર સમિતિ દ્વારા દર વર્ષે ડીસા શહેર અને તાલુકાની જનતાને અકસ્માત વિમા પોલીસી અંતર્ગત વિમા કવચ પુરૂ પાડે છે.

Banaskantha: ડીસા શહેર-તાલુકાની 3.27 લાખ જનતાને ડીસા માર્કેટયાર્ડનું અકસ્માત વિમા કવચ
Banaskantha: Accident insurance cover of Deesa Martyard for 3.27 lakh people of Deesa city-taluka

Follow us on

Banaskantha: ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard)દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી ડીસા શહેર-તાલુકાની જનતાને અકસ્માત (Accident) વિમા કવચ (Insurance cover)પુરૂ પાડવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ડીસાની 3.27 લાખ જનતા નું 63.80 લાખ વિમા પ્રિમિયમ ભરી અકસ્માત વિમાથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

ડીસા શહેર અને તાલુકાની જનતાના વીમા કવચ માટે રૂ. 63 નું પ્રીમિયર ભરાયું

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા ના ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ સંચાલક મંડળ દ્વારા ડીસા માર્કેટયાર્ડમાં કામકાજ કરતાં વેપારીઓ, લાયસન્સ ધારકો, હમાલ, તોલાટ તેમજ કર્મચારીઓ સહિત ડીસા શહેર તેમજ તાલુકાની 5 વર્ષ થી 70 વર્ષ સુધીની 3,27,813 જનસંખ્યાને અકસ્માત વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી શુક્રવારે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષીએ વિમા પ્રિમિયમના 63,80,089 ની રકમનો ચેક ધી ઓરીએન્ટલ ઈન્શયોરન્સ કંપનીના સિનિયર ડીવીઝનલ મેનેજર એ.આર.વણકર, વિમા અધિકારી વાય.એન.પરીખ અને એમ.કે.પુરોહિતને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડીસા શહેર તેમજ તાલુકાની જનતાના નાગરિકોને અકસ્માતે નિધન થતાં મળશે રૂ. 1 લાખનું વીમા કવચ

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષી એ જણાવ્યું હતું કે ડીસા બજાર સમિતિ દ્વારા દર વર્ષે ડીસા શહેર અને તાલુકાની જનતાને અકસ્માત વિમા પોલીસી અંતર્ગત વિમા કવચ પુરૂ પાડે છે. જેથી ચાલુ વર્ષે પણ 3.27 લાખ જનતા નું 63.80 લાખ પ્રિમિયમ ભરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસા શહેર તેમજ તાલુકાની જનતાને 1 લાખનું વીમા કવચ મળશે. જે પણ ડીસા નિવાસી નાગરિકનું અકસ્માતમાં નિધન થાય તો તેના પરિવારને 1 લાખ રૂપિયાની વીમા સહાય મળશે.

આ પણ વાંચો : મહેસાણા : વિજાપુરમાં આયોજીત ચૌધરી સમાજના સમૂહ લગ્નમાં કંકુ પગલાની અનોખી રસમ કરાઇ

આ પણ વાંચો : CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, એક દિવસ પહેલા ITના દરોડા પડ્યા

Next Article