Gujarati Video : બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને લઈ તંત્ર એક્શનમાં, કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સલાહ
બનાસકાંઠામાં ગરમીના પારો ઊંચો જવાની શક્યતાઓને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના 14 આરોગ્ય કેન્દ્રને હાજર રહેવાની સૂચના અપાઇ છે.
બનાસકાંઠામાં ગરમીના પારો ઊંચો જવાની શક્યતાઓને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના 14 આરોગ્ય કેન્દ્રને હાજર રહેવાની સૂચના અપાઇ છે. પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે અને 42 ડિગ્રી સુધી પારો જઈ શકે છે. જો કે આ કાળજાળ ગરમીને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને લોકોને 12 થી 4 કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : IB71 Movie Trailer Review: ભારતના ‘સૌથી ગુપ્ત મિશન’ની વાર્તા દર્શાવતી વિદ્યુત જામવાલની જબરદસ્ત ફિલ્મ, વાંચો રિવ્યૂ
પાલનપુર સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના 14 આરોગ્ય કેન્દ્ર પર ગરમીનો ભોગ બનનારા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને ડિહાઇડ્રેશન અને લૂ લાગવાના દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. જેની સારવારની લઈને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગ્લુકોઝ દવાઓ અને ઇન્જેક્શન સહિતની પૂર્તિ વ્યવસ્થાઓ કરાઈ છે.
તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ પણ કાળઝાળ ગરમીમાં લોકોની મદદે આવી છે. ભાજપના કાર્યકરોએ છાશ વિતરણ કરીને લોકોને ગરમીથી રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો અહીં છાશ પીને ગરમીથી રાહત અનુભવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…