Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: વિદેશમાં વધુ માંગને પગલે રાજગરામાં સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ

Banaskantha: વિદેશમાં વધુ માંગને પગલે રાજગરામાં સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:01 AM

આ વર્ષે રાજગરાનું ઓછું વાવેતર થયું છે, જેના કારણે ગત વર્ષે 950 રૂપિયા પ્રતિમણ વેચાતો રાજગરો આ વર્ષે 1500 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોની થઈ રહ્યો છે.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં મોટાપાયે રાજપરાનું વાવેતર થાય છે. રાજગરાની વિદેશ (abroad) માં મોટી માંગ (demand)  રહે છે. આ વર્ષે ઓછું વાવેતર અને વિદેશમાં રાજગરાની મોટી માંગ હોઈ રાજગરાના ભાવ (prices) આસમાને છે. જેનો સીધો ફાયદો જગતના તાતને થઈ રહ્યો છે.

બનાસકાંઠાના ખેડૂતો (Farmers) રવી સીઝન દરમિયાન રાજગરાનું મોટાપાયે વાવેતર થાય છે. રાજ્યમાં સૌથી વધુ રાજગરા નું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. રવિ સીઝન પૂર્ણ થતાં જ ડીસા (Deesa) માર્કેટયાર્ડમાં મોટાપાયે રાજગરાની આવક નોંધાઇ રહી છે. રાજગરાનો ઉપયોગ મોટાભાગે આયુર્વેદિક દવાઓ બનાવવામાં થતો હોય તેની મોટી માંગ વિદેશમાં રહે છે.

આ વર્ષે રાજગરા ઓછું વાવેતર થયું છે. જ્યારે વિદેશમાં આવશે રાજગરાની માંગ મોટી છે. આ બે કારણોને કારણે ગત વર્ષે 950 રૂપિયા પ્રતિમણ વેચાતું રાજગરો આ વર્ષે 1500 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોની થઈ રહ્યો છે. રાજગરાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ડીસા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મોટાપાયે રાજગરાની આવક નોંધાઇ રહી છે. રાજગરાના ઉત્પાદન સામે તેના ભાવ સારા હોવાથી તેમજ વિદેશમાં તેની માંગ વધી જવાથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે. વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી રહ્યા છે. જ્યારે સારા ભાવે માલ વિદેશમાં વેચાણ થતા રાજગરા માં વેપારીઓને પણ સારી આવક થઈ રહી છે.

આ પણ વાંચોઃ Banaskantha: સુંઢા અને સલેમપુર ગામમાં રહેણાક પ્લોટ ફાળવણી કૌભાંડ, તલાટી, સરપંચ અને તત્કાલીન ડીડીઓની સંડોવણીના આક્ષેપ

આ પણ વાંચોઃ આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી ખુલ્લી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે

g clip-path="url(#clip0_868_265)">