બારડોલી નગરપાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ કેનાલ રોડ બેહાલ, 3 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ રોડની હાલત ખસ્તા
સુરત જિલ્લાના બારડોલીમાં નગરજનોની સુવિધા માટે પાલિકા દ્વારા ડ્રિમ પ્રોજકેટ અમલી બનાવ્યો હતો. અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને સ્ટેશન રોડથી કડોદરા રોડને જોડતી કેનાલનો ઉપયોગ કરાયો હતો. અને ૩ કિમીના અંતરમાં 3 કરોડથી વધુના ખર્ચે આરસીસીરોડ બનાવવામાં આવ્યો હતો.
બારડોલી નગર પાલિકાનો ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા અલંકાર નજીક કેનાલ રોડ બેહાલ થયો છે. 3 કરોડથી વધુ ખર્ચ્યા બાદ પણ માસમોટા ખાડા અને સળિયા બહાર આવી ગયા. બીજી બાજુ કેનાલમાં પણ પાણી અને સફાઈ અભાવે ગટર લાઈન બની જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત જિલ્લાના બારડોલીમાં નગરજનોની સુવિધા માટે પાલિકા દ્વારા ડ્રિમ પ્રોજકેટ અમલી બનાવ્યો હતો. અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને સ્ટેશન રોડથી કડોદરા રોડને જોડતી કેનાલનો ઉપયોગ કરાયો હતો. અને ૩ કિમીના અંતરમાં 3 કરોડથી વધુના ખર્ચે આરસીસીરોડ બનાવવામાં આવ્યો હતો. અને કેનાલ રોડ બન્યાને ૩ વર્ષ થયા છે. અને કરોડોના ખર્ચે બનેલ રોડ હાલ બેહાલ થઇ ગયો છે. દ્રશ્યોમાં જોવાઇ રહ્યું છે તે મુજબ ઠેર ઠેર રોડ પ મસમોટા ખાડાઓ તો બીજી બાજુ સળિયા પણ બહાર આવી ગયા છે. જેથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ત્રણ કરોડથી વધુના ખર્ચે આ કેનાલ રોડ બનાવવામાં આવ્યો હતો. અને ૩ વર્ષમાં બેહાલ થયો. સાથે જ કેનાલ રોડ વચ્ચે નહેર પણ આવેલી છે. અને દ્રશ્યો જોતા આ નહેર નથી. પરંતુ નહેર અને ગટરમાં ફેરવાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે . સિંચાઈ દ્વારા પણ યોગ્ય સાફ સફાઈ થતી નથી . નહેરમાં ગંદકી તેમજ મોટું ઘાસ ઉગી નીકળ્યું છે. અને પાણીના અભાવે આસપાસની ખેતીને પણ નુકસાન થઇ રહ્યું છે.
મરામતના અભાવે કેનાલ રોડ પાર શાસકો દ્વારા ડામરનું પેચ મારવાની વાત હતી. પરંતુ એ વાત પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. બીજી બાજુ કેનાલ રોડ આજુબાજુ ૩૦૦૦થી વધુ ફૂલ છોડનું પ્લાન્ટેશન કરવાનું પણ નક્કી કરાયું હતું. પાલિકાએ બે થી ત્રણ વાર વૃક્ષારોપણ પણ શાસકો કરી ફોટો સેશન કર્યું હતું . પરંતુ અહીં વૃક્ષો સાથે યોગ્ય જાળી પણ લગાવવામાં આવી નથી. અને કેટલીક જગ્યાએ જાળીઓ પણ તૂટી ગઈ છે. જેથી શાસકો દ્વારા માત્ર વિકાસના નામે સપના બતાવી માત્રને માત્ર સરકારી નાણાંનો દૂર ઉપયોગ અને કામના મરામત પ્રત્યે શાસકો નિષ્ફળ નીવડી રહ્યા છે.