AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકાને 1996નો વિશ્વ કપ જીતાડનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવ વહોટમોર બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયા

ડેવ વહોટમોરને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બે વર્ષ પૂર્વે જ કરાર બદ્ધ કરી લેવામાં આવ્યા હતા પરંતુ કોરોના મહામારી ના કારણે ડેવ વહોટમોરને વિઝા નહીં મળતા તેઓ બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાઈ શક્યા ન હતા.

શ્રીલંકાને 1996નો વિશ્વ કપ જીતાડનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવ વહોટમોર બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયા
Australian cricketer Dav Whatmore joins Baroda Cricket Association
yunus.gazi
| Edited By: | Updated on: Sep 25, 2021 | 6:31 AM
Share

1979 માં રમાયેલ વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં(World Cup Cricket) ઓસ્ટ્રેલિયાની (Australian) ટીમનો ભાગ રહી ચુકેલ અને 1996 માં શ્રીલંકન ટીમને(Srilanka) વિશ્વકપ જીતાડનાર વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર કમ કોચ ડેવ વહોટમોર        ( Dav Whatmore)  હવે બરોડા ક્રિકેટ એસોસિયેશન(BCA) સાથે જોડાઈ ગયા છે. વડોદરા ની સિનિયર રણજી ટીમ તથા BCA સાથેસંકળાયેલી ટીમોના કોચીસને માર્ગદર્શન આપી વડોદરાની ભૂમિ પરથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈય્યાર કરવાનું ભગીરથ કાર્ય ડેવ વહોટમોરે ઉપાડી લીધું છે.

ડેવ વહોટમોરને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બે વર્ષ પૂર્વે જ કરાર બદ્ધ કરી લેવામાં આવ્યા હતા પરંતુ કોરોના મહામારી ના કારણે ડેવ વહોટમોરને વિઝા નહીં મળતા તેઓ બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાઈ શક્યા ન હતા. પરંતુ શુક્રવારે BCA ની ઓફિસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડેવ વહોટમોરે બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

ડેવ વ્હોટમોરે જણાવ્યું હતું કે અહીંના ક્રિકેટરો નું પ્રદર્શન સુધારવા અને મર્યાદિત ઓવર ક્રિકેટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવવા માટે તેઓ કામ કરશે. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ અને વિજયી પ્રદર્શન તે જ છે જે તે લક્ષ્યાંકિત કરે છે અને ટીમ માટે તેની યાદીમાં કેટલીક શ્રેષ્ઠ જીત મેળવવી વધુ યોગ્ય છે.

ડેવ વ્હોટમોરે જણાવ્યું કે ખેલાડીઓને એકબીજા સાથે રમીને બરોડા માટે વિનીંગ કોમ્બિનેશન સર્જાય તે માટે ઉત્સુક છે. મેચીસ રમવા માટે કોચિંગ મહત્વનું છે કારણ કે તે નો તેમને જિલ્લા અને અન્ય ક્ષેત્રોમાંથી પ્રતિભાઓને બહાર લાવવામાં મદદ રૂપ સાબિત થાય છે. ઉભરતા ખેલાડીઓને સલાહ આપી કે તેઓ ટેકનિકલી રીતે સદ્ધર હોય, મજબૂત માનસિક અભિગમનું મૂલ્ય સમજે અને સૌથી અગત્યનું રમતનો આનંદ માણે.

બરોડા ક્રિકેટ એસોસિએશન ના સભ્ય અને પ્રવક્તા પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે બરોડા ક્રિકેટ એસોસિએશન ના માંધાતા પ્રણવ અમીનની ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે વડોદરામાં વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા અને વડોદરાની રણજી ટીમને સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવા માટે ડેવ વહોટમોરને BCA સાથે જોડવા જોઈએ

પ્રણવ અમીનની ઇચ્છા મુજબ ડેવ વહોટમોરે બે વર્ષ પૂર્વે જ BCAસાથે જોડાવા માટે સહમતી આપી દીધી હતી.પરંતુ કોવિડ નિયંત્રણોને કારણે તને વીઝા  નહીં મળતા તેઓ ભારત આવી શક્યા નહોતા અને BCAસાથે જોડાઈ શકય નહોતા પરંતુ આજે તેઓ સત્તાવાર રીતે બીસીએની સિનિયર ટીમના કોચ તરીકે જોડાઈ ગયા હતા.

સત્યજીત સિંહ ગાયકવાડે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ડેવ વહોટમોરના bca સાથે જોડાવાથી સિનિયર્સ ને તો માર્ગદર્શન મળશે જ પરંતુ bca સાથે સંકળાયેલ વડોદરાનું પ્રતિનિધિત્વ કરતી અલગ અલગ ટીમો છે તેઓના કોચને પણ વિશ્વ કક્ષાના કોચિંગ ની તાલીમ મળી રહેશે.

BCA ના ચેરમેન શિતલ મહેતાએ જણાવ્યું હતું કે ડેવ વહોટમોરે વડોદરાની રજી ટીમના સિનિયર ખેલાડીઓને કોચિંગ માટે જ અમે કરારબદ્ધ કરેલા છે પરંતુ અમે વિનંતી કરી હતી કે અમારી જે અન્ય ટીમો છે ,અંડર નાઇન્ટીન ટીમો  તથા મહિલા ક્રિકેટ ટીમના કોચીસને પણ આપના અનુભવનું ભાથું પીરસશો તો તે માટે ડેવ વહોટમોરે તૈયારી દર્શાવી છે.

આમ ડેવ વહોટમોરે માત્ર સિનિયર ક્રિકેટ ટીમના ખેલાડીઓના કોચ તરીકે જ નહીં પરંતુ વડોદરાની જે અલગ-અલગ ટીમો છે તેના કોચને પણ તાલીમ આપશે.

ડેવ વહોટમોરને બીસીએ દ્વારા એક વર્ષ માટે એટલે કે એક સીઝન માટે કરારબદ્ધ કરવામાં આવ્યા છે .અંદાજે દોઢ લાખ ડોલર એટલે કે ભારતીય નાણા મુજબ રૂપિયા એક કરોડમાં ડેવ વહોટમોરે વડોદરાની સિનિયર ક્રિકેટ ટીમ તથા જે અલગ-અલગ ટીમો છે તેના કોચને તાલીમ આપશે

શીતલ મહેતાએ tv9 ને જણાવ્યું કે ડેવ વહોટમોરે શ્રીલંકા બાંગ્લાદેશ જેવી એશિયન ટીમો સાથે લાંબા ગાળા સુધી કામ કરેલું છે એટલે તેઓ એશિયાના વાતાવરણ અને એશિયન ક્રિકેટરો ના ફિઝિકલ પરફોર્મન્સની સુપેરે વાકેફ છે અને એ જ અનુભવનો લાભ વડોદરાના ક્રિકેટરોને પણ મળશે અને આગામી દિવસોમાં મોટી ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમો શ્રેષ્ઠ દેખાવ કરશે

ડેવિડ વ્હોટમોર ઓસ્ટ્રેલિયા તરફથી સાત ટેસ્ટ અને એક વન-ડે રમી ચુક્યા છે આ ઉપરાંત તેઓ શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને નેપાળ સહિત અનેક રાષ્ટ્રીય ક્રિકેટ ટીમોના કોચ તરીકે ઉત્કૃષ્ઠ સેવાઓ આપી ચુક્યા છે.

સાથે જ આઇપીએલમાં પણ તેઓએ કોલકત્તા ટીમ કોચિંગ આપ્યું હતું.સૌને આશા બંધાઈ છે કે ડેવિડ વહોટમોર ના માર્ગદર્શન હેઠળ તૈય્યાર થનાર વડોદરા ના ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થઈ પોતાના શ્રેષ્ઠ દેખાવ થકી વિશ્વકક્ષા એ ઝળકી વડોદરા અને BCA નું નામ રોશન કરે.

આ પણ વાંચો : Ahmedabad: રહેણાક વિસ્તારમાં ટાવરને મંજૂરી કેમ? કોંગ્રેસ કાર્યકરના ઘર પર મોબાઈલ ટાવરનો સ્થાનિકોએ કર્યો વિરોધ

આ પણ વાંચો : Surat : સુરત પોલીસે મેકડ્રોન ડ્રગ્સ અને રૂ. 28.49 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">