Rajkot માં પણ તૈયાર થશે એથલિસ્ટ, મહાનગરપાલિકા કરી રહી છે આવું આયોજન

આ સ્પોર્ટસ સંકુલની તૈયારીના ભાગરૂપે બુધવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સીટી ઇજનેર અને આર્કિટેક સાથે બેઠક યોજી હતી અને ટેન્ડર તૈયાર કરવાની સૂચના આપી છે.

Rajkot માં પણ તૈયાર થશે એથલિસ્ટ, મહાનગરપાલિકા કરી રહી છે આવું આયોજન
Athletes will also be ready in Rajkot corporation planning to do so
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2021 | 12:47 PM

ઓલમ્પિકની રમતમાં ભારતે ડંકો વગાડ્યા બાદ રાજકોટ(Rajkot )મહાનગરપાલિકા ઓલમ્પિક(Olympic) રમતોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરી રહી છે. જેમાં શહેરના મવડી વિસ્તારમાં ઓલમ્પિકની વિવિધ રમત માટેનું મેદાન અને તેને લગતી સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરી રહી છે.

મવડી વિસ્તારમાં આવેલા 80 ફુટ રોડમાં 10 હજાર ચોરસ મીટરનું મેદાન આવેલું છે ત્યારે વિશાળ સ્પોર્ટસ સંકુલ બનાવવાની તૈયારી કરવામાં આવી છે જેમાં અંદાજિત 9 થી 10 કરોડના ખર્ચે શુટીંગ આર્ચરી ગેમ,બાસ્કેટ બોલ,ટેબલ ટેનીસ,શુટીંગ રેન્જ,ટેનિસ,વોલીબોલ,સ્કેટીંગ સહિત 10થી વધારે ગેમ રમી શકાય અને તેનું કોચિંગ આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે..

ઓલમ્પિકમાં જવા ઇચ્છતા ખેલાડીઓ માટે આર્શિવાદરૂપ-પુષ્કર પટેલ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતુ કે શહેરમાં શુટીંગ અને આર્ચરીની પ્રેક્ટિસ માટે કોઇ સંકુલ આવેલ નથી તેથી નેશનલ અને આંતરરાષ્ટ્રીય લેવલની હરિફાઇ અને ઓલમ્પિક જેવી હરીફાઇ સુધી રાજકોટના યુવાનને પહોંચવા માટે આર્શિવાદરૂપ થાય તે હેતુથી આ સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે જેમાં 10 જેટલી ઓલમ્પિકમાં શામેલ રમતોની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.આ સ્પોર્ટસ સંકુલમાં 8 પાર્કિગ બનશે જેમાં 50 થી 60 કાર પાર્ક થઇ શકે.બહારના સ્ટેન્ડિયમમાં બાસ્કેટ બોલ મેદાન,2 ટેનિસ કોર્ટ અને 1 વોલી બોલ કોર્ટ બનશે જ્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં 3 બેડમિન્ટન કોર્ટ,ચેસ,કેરમ અને જીમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે..જેમાં 1500 પ્રેક્ષક બેસી શકે તેવી પણ વ્યવસ્થા છે.

ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

આ સ્પોર્ટસ સંકુલની તૈયારીના ભાગરૂપે બુધવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સીટી ઇજનેર અને આર્કિટેક સાથે બેઠક યોજી હતી અને ટેન્ડર તૈયાર કરવાની સૂચના આપી છે.આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 6 કરોડની જોગવાઇ રાખવામાં આવી છે અને એસ્ટિમેટ 9 થી 10 કરોડનું રાખવામાં આવ્યું છે.આ સ્પોર્ટસ સંકુલ રેસકોર્ષ ખાતે આવેલા સંકુલ કરતા અઢી ગણું મોટું રહેશે જેનાથી એથ્લેટીક અને ઇન્ડોર રમતવીરોને ફાયદો મળશે જેઓે અહીં રોજીંદી પ્રેક્ટિસ કરી શકશે.

આ પણ વાંચો : Shravan-2021: ક્યાં બિરાજમાન થયું છે દેવાધિદેવ મહાદેવનું સૌથી દુર્લભ મૂર્તિ રૂપ ? જાણો ‘સમાધિશ્વર’નું રહસ્ય

આ પણ વાંચો :  Health Tips: શું તમે પણ દિવસમાં 3 કપથી વધારે ચા પીઓ છો ? તો આ આર્ટિકલ પહેલા વાંચો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">