AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains in Aravalli: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ, ચાર-પાંચ દિવસથી બદલાયેલા વાતાવરણથી ખેડૂતો પરેશાન

Rains in Aravalli: અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. તલ, બાજરી અને મગ સહિતના પાકના ખેડૂતોને ચિંતા છવાઈ ગઈ છે.

Rains in Aravalli: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ, ચાર-પાંચ દિવસથી બદલાયેલા વાતાવરણથી ખેડૂતો પરેશાન
Rains in Modasa and Bayad
| Updated on: Apr 30, 2023 | 9:26 PM
Share

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદને લઈ પરેશાનીઓ છવાઈ ગઈ છે. જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પાક બગડવાની ભીતી સર્જાઈ છે. રવિવારે અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાના સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ શુક્રવાર અને શનિવારે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાના સમાચાર હતા. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો પણ કમોસમી વરસાદ પવન સાથે વરસવાને લઈ ખોરવાઈ ગયો હતો.

છેલ્લા બેથી અઢી માસમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને માઠી દશા બેઠી છે. અગાઉ કમોસમી વરસાદ કરા સાથે વરસતા અનેક વિસ્તારોમાં કરાનો બરફ જ બરફ બીજા દિવસ સુધી જોવા મળ્યો હતો. હાલમાં ઉનાળાના દિવસો દરમિયાન છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણ પલટાયેલુ જ રહેતા ચિંતા વ્યાપી છે. આ પહેલા પણ ખેડૂતો ખેતીમાં મોટો ફટકો વેઠી ચુક્યા છે. ખેતીમાં બાગાયતી પાક સહિતમાં મોટા પ્રમાણમાં નુક્શાન મોડાસા અને માલપુર તાલુકાના ખેડુતોએ વેઠ્યુ હતુ. જેનો સર્વે જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.

મોડાસા અને બાયડ વિસ્તારમાં વરસાદ

સાંજના અરસા દરમિયાન રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડાસાના માથાસુલીયા, સાકરીયા, અણદાપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાને લઈ અનેક વિસ્તારમાં સાંજના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Video: પાકિસ્તાનમાં ODI મેચના 30 યાર્ડ સર્કલમાં છેડછાડ? ચાહકોએ પૂછ્યુ-Asia Cup કેવી રીતે કરાવશો

બાયડ તાલુકામાં પણ આ પહેલા સાંજના અરસા દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાયડ તાલુકાના તેનપુર, ભૂડાસણ, આંબલીયારા અને જીતપુર સહિતના વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે બાજરી, મગ સહિતના પાકના ઉત્પાદનને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ જવા પામી હતી. અરવલ્લી જિલ્લામાં મોડાસા અને બાયડ એમ બંને તાલુકાઓમાં રવિવારના સાંજના અરસા દરમિયાન વરસાદ વરસ્યો હતો. માહોલને જોતા ધનસુરા અને માલપુર સહિતના ખેડૂતોમાં પણ ચિંતા વાતાવરણના પલટાને લઈ છવાયેલી છે.

આ પણ વાંચોઃ IPL 2023: અક્ષર પટેલને સમજવામાં કરેલી ‘ભૂલ’ દિલ્હી કેપિટલ્સને ભારે પડી, DC નુ ‘ગણિત’ થઈ રહ્યુ છે ફેલ!

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">