Video: પાકિસ્તાનમાં ODI મેચના 30 યાર્ડ સર્કલમાં છેડછાડ? ચાહકોએ પૂછ્યુ-Asia Cup કેવી રીતે કરાવશો
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડીમં વનડે સિરીઝ રમાઈ રહી છે. બીજી મેચની શરુઆતની પ્રથમ ઓવર બાદ મામલો સામે આવ્યો હતો કે, 30 ગજનુ સર્કલ મૂળ સ્થાને નથી અને તેનાથી મેચમાં મોટો ફરક પડી શકે છે.
પાકિસ્તાનના પ્રવાસે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ પહોંચી છે. જ્યાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. હાલમાં બંને દેશો વચ્ચે ODI સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ બંને મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. જ્યારે T20 સિરીઝ 2-2 થી બરાબર પર રહી હતી. શનિવારે વનડે સિરીઝની બીજી મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. જ્યાં હાઈસ્કોરીંગ મેચમાં બેટરોના તોફાન કરતા 30 ગજનુ સર્કલ દુનિયાભરમાં ચર્ચાનુ કારણ બન્યુ છે. વનડે મેચમાં સર્કલમાં ફેરફાર જોવા મળ્યો હતો અને જેને લઈ ચર્ચા સર્જાઈ ગઈ હતી. સવાલ ઉઠવા લાગ્યા છે કે, 30 ગજના સર્કલમાં છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે.
વનડે મેચમાં આ છેડછાડને લઈ હવે ક્રિકેટ ચાહકોએ પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે, અહીં વળી Asia Cup કેવી રીતે યોજી શકાય જ્યાં સર્કલ જ સુરક્ષીત નથી રહી શકતુ. સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા આ વાતને લઈ છેડાઈ ચુકી છે.
સર્કલ સાથે છેડછાડ
પાંચ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં સર્કલમાં ફેરફાર હોવાનુ સામે આવ્યુ હતુ. ન્યુઝીલેન્ડની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી હતી. આ દરમિયાન જ 30 યાર્ડના સર્કલમાં ફેરફાર હોવાનુ સામે આવ્યુ હતુ. પ્રથમ ઓવર પાકિસ્તાન તરફથી થઈ ચુકી હતી. મેચની બીજી ઓવર શરુ થાય એ વખતે જ અંપાયરના ધ્યાનમાં આ વાત આવી હતી. બીજી ઓવર દરમિયાન સ્કેવર લેગ અંપાયર ત્યા પહોંચતા જ તેમના ધ્યાને આવ્યુ હતુ કે, કંઈક ગરબડ છે. ફિલ્ડ અંપાયરોએ આ અંગે ચર્ચા કરી હતી અને 30 યાર્ડના સર્કલનુ નિરીક્ષણ કર્યુ હતુ.
આમ 30 ગજના સર્કલમાં ફેરફાર જણાતા તેને ઠીક કરવા માટે કહ્યુ હતુ અને મેચને આગળ વધતી કેટલીક વાર માટે રોકી લેવામાં આવી હતી. ફિલ્ડીંગ કરી રહેલા ખેલાડીઓની મદદ વડે સર્કલને ઠીક કરવામાં આવ્યુ હતુ. વાયરલ થયેલા વિડીયો માં પણ જોઈ શકાતુ હતુ કે, 30 ગજના સર્કલમાં 7 થી 8 મીટરનુ અંતર છે. આ પ્રકારનો મોટો ફેરફાર મેચમાં પણ મોટી અસર પેદા કરી શકે છે. મીડિયા અહેવાલ મુજબ આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જ્યાં સર્કલના માર્કિંગ હોય છે, ત્યાં વ્હાઈટ કાર્ડ નહોતા અને તેનાથી અલગ જ જગ્યાએ લાઈનમાં રાખેલ હતા.
Delete kr diya video but koi na main yha comment kr deta hu pic.twitter.com/99op3djjkV
— (@Zemo6_ICTIAN) April 29, 2023
ચાહકોએ પણ સવાલો ઉઠાવ્યા
પાકિસ્તાનમાં આ રીતે વનડે ક્રિકેટમાં જો સર્કલ જ સુરક્ષીત રહી ના શકતુ હોય તો એશિયા કપ કેવી રીતે યોજી શકાશે. ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર 30 યાર્ડ સર્કલનો વિડીયો વાયરલ થયા બાદ ખૂબ ટ્રોલ કર્યુ છે.
આ પણ વાંચોઃ IPL 2023: અક્ષર પટેલને સમજવામાં કરેલી ‘ભૂલ’ દિલ્હી કેપિટલ્સને ભારે પડી, DC નુ ‘ગણિત’ થઈ રહ્યુ છે ફેલ!
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…