અરવલ્લીઃ મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ સારો નોંધાયો હતો.

| Updated on: Jul 03, 2024 | 9:49 AM

અરવલ્લી જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ સારો નોંધાયો હતો.

જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એ મુજબ જ મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાની સવારી જોવા મળી હતી. વરસાદી માહોલ જામવાને લઈ હવે ખેડૂતોને પણ ખેતી માટે મોટી રાહત સર્જાઈ છે. જિલ્લામાં હવે ખેડૂતોએ ચોમાસુ ખેતી માટેની તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દીધી છે.

મોડાસામાં ત્રણ ઈંચ વરસાદ

ગઈ રાત્રી દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં અંતિમ 24 કલાક દરમિયાન લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બુઘવારે સવારે 6 કલાક સુધીમાં મોડાસમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મોડાસા અને આસપાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

મોડાસા શહેરના હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત મોડાસાના મેઘરજ રોડ, મોડાસા શહેરમાં આવેલ ચાર રસ્તા સર્કલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ લોકોને હાલાકી સર્જાઈ હતી.

અન્ય 5 તાલુકામાં પણ વરસાદ

આ ઉપરાંત મેઘરજમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અંતિમ 24 કલાક દરમિયાનમાં મેઘરજમાં 22 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ભિલોડા અને ધનસુરામાં પોણો પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. એટલે કે, ભિલોડામાં 19 અને ધનસુરામાં 17 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બાયડમાં અડધો ઈંચ અને માલપુરમાં 9 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ

  • મોડાસાઃ72 મીમી
  • મેઘરજઃ22 મીમી
  • ભિલોડાઃ19 મીમી
  • ધનસુરાઃ17 મીમી
  • બાયડઃ11 મીમી
  • માલપુરઃ09 મીમી

સાબરકાંઠામાં મેઘમહેર

હિંમતનગરમાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસ્યો હતો. આ ઉપરાંત પ્રાંતિજ અને તલોદમાં પણ દોઢ-દોઢ ઈંચ કરતા વધારે વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જળવાઈ રહેવાને લઈ ખેડૂતોમાં આનંદ વર્તાયો છે. ખેડૂતો આ વિસ્તારમાં હવે વાવણી માટે વ્યસ્ત બનવા લાગ્યા છે.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">