Aravalli: અરવલ્લીના મોડાસાના બાજકોટ છાપરા ગામનું તળાવ ઉભરાયું, રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 8:00 PM

Aravalli: સોમવારે વહેલી સવારે મોડાસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધ્યરાત્રીના અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસતા વિસ્તારના તળાવોમાં પાણી ભરાયા હતા.

 

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. મંગળવારે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આમ છતાં કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતા. આ દરમિયાન સોમવારે સવારે વરસાદ વરસ્યા બાદ મધ્યરાત્રી બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વિસ્તારમાં અનેક તળાવો વિસ્તારમાં ભરાયા હતા. આવી જ રીતે મોડાસાના બાજકોટનુ તળાવ ભરાઈ ગયા બાદ તેનુ પાણી પાળ પર થઈને વહેલા લાગ્યુ હતુ.

આ પણ વાંચોઃ Dam Water Level: ભારે વરસાદને લઈ ઉત્તર ગુજરાતના ડેમમાં આવક વધી, જાણો જળાશયની સ્થિતી

બાજકોટના તળાવનુ પાણી રસ્તાઓ પર અને નાળાઓમાં વહેવા લાગ્યુ હતુ. તળાવનુ પાણી રસ્તાઓ પર વહેવાને લઈ સ્થાનિક વિસ્તારના લોકોને હાલાકી સર્જાઈ હતી. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને જેમાંથી પસાર થવુ સ્થાનિકો માટે મુશ્કેલ બન્યુ હતુ. વિસ્તારમાં તળાવના પાણીને લઈને મુશ્કેલીઓ સર્જાઈ હતી.

 

આ પણ વાંચોઃ National Highway: ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિઝ ચોમાસાની શરુઆતે ધોવાયા, ખાડા પડતા રસ્તો જોખમી બન્યો!

અરવલ્લી અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Jul 11, 2023 06:49 PM
g clip-path="url(#clip0_868_265)">