Rain in Aravalli: અરવલ્લીમાં ધોધમાર વરસાદના ઝાપટા વરસ્યા, શામળાજી-મોડાસા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા
Aravalli Rainfall: અરવલ્લીમાં દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. બપોરના અરસા દરમિયાન ધોધમાર વરસાદને લઈ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા.
અરવલ્લી જિલ્લમાં માલપુર, મેઘરજ અને મોડાસાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ હતુ. જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં દિવસ દરમિયાન હળવા ઝાપટા સ્વરુપ વરસાદ વરસ્યો હતો. બપોરે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ હતી.
મોડાસા શામળાજી હાઈવે પર પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાન થયા હતા. ધોધમાર વરસાદ વરસતા સ્ટેટ હાઈવે પર કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસાના બાજકોટ માર્કેટ આગળ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈ વાહનચાલકો અટવાઈ રહ્યા હતા. દર ચોમાસે હાઈવે પર આ પ્રકારના દ્રશ્યો અનેક વિસ્તારોમાં જોવા મળતા હોય છે.
માલપુર અને મેઘરજમાં વરસાદ
ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. જેને લઈ સ્થાનિક ખેડૂતોમાં રાહત સર્જાઈ હતી. વાવણીની તૈયારીઓ દરમિયાન વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો છે. મેઘરજ પંથકમાં વરસાદ સારો વરસ્યો હતો. મેઘરજના ભુંજરી, કૃષ્ણપુરા કંપા તેમજ લિંબોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
માલપુર પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. સવારથી વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ હતુ. માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા અને ગોવિંદપુરા કંપા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. વિસ્તારમાં વરસાદ ભારે ગાજવા સાથે વરસ્યો હતો. જે મુજબ સવારથી જ માહોલ ચોમાસા જેવો સર્જાયો હતો. એ પ્રમાણે જ વરસાદ વરસ્યો હતો.
maximum rainfall over Gujarat state pic.twitter.com/kdltBSG2fN
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 25, 2023
આ પણ વાંચોઃ Gujarat Video: કડીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો, PM મોદીને કર્યા યાદ
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં પણ છુટોછવાયા હળવા વરસાદી ઝાપટા કેટલાક વિસ્તારોમાં રવિવારે નોધાયો હતો. સિવાય રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો હતો. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની શરુઆતે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોને રાહત સર્જાઈ હતી. હજુ વરસાદની આગાહી હોવાને લઈને વરસાદ વરસવાની આશા ખેડૂતોને છે.