Aravalli: ચમકતા તેલના ડબાથી અંજાઈ ના જતા! મોડાસામાં જૂના ડબાને ચમકાવીને ‘તેલ નો ખેલ’ કરાતો હોવાનો પર્દાફાશ
ચમકતા તેલના ડબાને જોઈને ખરીદતા પહેલા 1 વાર નહીં 10 વાર જોઈ ચકાશી લેજો. ક્યાંક પોલીશ્ડ તેલનો ડબો ડુપ્લીકેટ ઘરેના લઈ આવો. મોડાસામાં SOG એ બાતમી આધારે GIDC માં દરોડો પાડતો હકીકતનો પર્દાફાશ થયો છે.
અરવલ્લી જિલ્લામાં તેલના જૂના ડબ્બાનો ઉપયોગ કરીને બજારમાં પ્રચલિત બ્રાન્ડના તેલના નામે અન્ય તેલ વેચવાના કારોબારનો પર્દાફાશ થયો છે. મોડાસા SOG ને મળેલી બાતમીને આધારે GIDC માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન એક ફેક્ટરીમાં આ પ્રકારે તેલના જૂના ડબ્બાને નવા અને જાણિતી બ્રાન્ડના નામે તૈયાર કરીને વેચાણ કરતુ હોવાનુ ખૂલ્યુ હતુ. પોલીસે કોપી રાઈટ સંદર્ભે કેસ નોંધીને આરોપીઓ સામે તપાસ શરુ કરી છે.
જો તમે બજારમાંથી નવા તેલના ડબ્બાની ખરીદી કરતા હોય તો, એક વાર નહીં 10 વાર જોઈ ચકાસીને પછી જ ખરીદી કરજો. ક્યાંક નવા જેવો દેખાતો પોલીશ કરેલો તેલનો ડબો જૂનો ના હોય અને એમાં ભરેલા તેલની વાસ્તવિકતા કંઈક જૂદી જ ના હોય. કારણ કે આવો જ ખેલ મોડાસામાં પોલીસને હાથ લાગ્યો છે. મોડાસાની પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ઝડપી લીધો છે.
આ પણ વાંચોઃ Asia Cup Host: પાકિસ્તાનને મળી શકે છે ઝટકારુપ સમાચાર! IPL Playoffs માં નક્કી થશે એશિયા કપની રણનિતી?
SOG એ તેલના નકલી ડબા જપ્ત કર્યા
અરવલ્લી પોલીસની SOG ટીમને આ અંગેની બાતમી મળી હતી. જેને લઈ ટીમ દ્વારા મોડાસા શહેરમાં આવેલી GIDC વિસ્તારમાં પ્રાથમિક વિગતો મેળવીને દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શખ્શ ત્યાં હાજર મળી આવ્યો હતો અને જેની પાસેથી 8 તેલના ડબા મળ્યા હતા. જે ડબા જાણિતી કસાસિયા તેલની બ્રાન્ડના નામે નકલી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. દરોડો પાડવા દરમિયાન પોલીસને તેલના નકલી ડબા તૈયાર કરવાનો સામાન પણ મળી આવ્યો હતો. સ્થળ પરથી મળી આવેલા શખ્શ અમિત શાહની પૂછપરછ કરતા આ દરમિયાન તેણે નકલી ડબા તૈયાર કરતા હોવાનુ વિગતો બતાવી હતી.
પોલીસે મીડિયાને આપેલ વિગતોનુસાર આરોપી દ્વારા GIDC માં આવેલી લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેક્ટરીમાં જૂના વપરાયેલા તેલના ડબાને એકઠા કરવામાં આવતા હતા. જેમાં જાણિતી કપાસીયા તેલની બ્રાન્ડના નકલી સ્ટીકર તથા ડબાની તે જ બ્રાન્ડના નકલી સીલ-બુચને ફિટ કરીને અસલી જેવા જ ડબાને પોલીશ્ડ કરીને તૈયાર કરવામાં આવતા હતા. ડબામાં તેલ પણ અન્ય ભરી દઈને બિલકુલ ડુપ્લીકેટીંગ ડબા તૈયાર કરીને બજારમાં વેચવામાં આવતા હતા.
Alert! Duplicate edible oil manufacturing unit busted in Modasa , #Aravalli #Gujarat #TV9News pic.twitter.com/wlEG1rQ8l2
— Tv9 Gujarati (@tv9gujarati) May 23, 2023
પોલીસે તપાસ શરુ કરી
પોલીસ દ્વારા ડબામાં ભરવામાં આવતા તેલ અંગે ફોરેન્સિક તપાસ કરીને ભેળસેળ અંગે અને નકલી તેલ અંગેની પણ તપાસ કરવામાં આવશે. એસઓજી પોલીસે મોડાસા શહેર પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં આ ડબા કયાં અને કેવી રીતે વેચવામાં આવતા હતા એ તમામ વિગતો પણ મેળવવામાં આવશે.