Monsoon 2023: બાયડ અને ધનસુરામાં 8 ઈંચ, મેઘરજમાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો, બાયડમાં પાણી ભરાતા 15 લોકોનુ રેસક્યુ કરાયુ

Aravalli Rains Update: અરવલ્લી જિલ્લામાં અંતિમ 48 કલાક દરમિયાન ધોધમાર વરસાદ મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો છે. ખાસ કરીને બાયડ અને ધનસુરા વિસ્તારમાં તેમજ માલપુર પંથકના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાયડમાં નિચાણ વાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લઈ 15 લોકોને રેસક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.

Monsoon 2023: બાયડ અને ધનસુરામાં 8 ઈંચ, મેઘરજમાં સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો, બાયડમાં પાણી ભરાતા 15 લોકોનુ રેસક્યુ કરાયુ
Aravalli Rains Update
Follow Us:
| Updated on: Sep 18, 2023 | 7:55 AM

અરવલ્લી જિલ્લામાં અંતિમ 48 કલાક દરમિયાન ધોધમાર વરસાદ મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો છે. ખાસ કરીને બાયડ અને ધનસુરા વિસ્તારમાં તેમજ માલપુર પંથકના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ સ્થાનિક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાયડમાં નિચાણ વાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લઈ 15 લોકોને રેસક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Dharoi: ધરોઈ ડેમમાં નવા પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા, સિઝનમાં બીજી વાર સાબરમતીમાં પાણી છોડાયુ

બાયડ શહેરમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં પાણી ભરાઈ જવાને લઈ વિસ્તારમાં 15 લોકો બાળકો સાથે પોતાના ઘરમાં જ ફસાઈ રહ્યા હતા. આ અંગે મોડાસા નગર પાલીકાના ફાયર ફાયટરની ટીમને જાણ કરાતા તેઓને મોડી રાત્રી દરમિયાન રેસક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા.

બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ

રવિવારે બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રવિવારે સવારથી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાયડમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન 208 મીમી વરસાદ વરસ્યો હતો. આમ આઠ ઈંચ કરતા વધારે વરસાદ ચોવીસ કલાક દરમિયાન નોધાયો હતો. આ ઉપરાંત ધનસુરામાં પણ 202 મીમી વરસાદ નોંધાયો હતો. આમ ધનસુરામાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈ મોડાસા કપડવંજ સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.

મેઘરજ વિસ્તારમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે મોડાસા વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં ત્રણ ઈંચ અને માલપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉભરાણ અને ગાબટ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ સ્થાનિક વિસ્તારના ડીપ બ્રિજ અને કોઝવેના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

સોમવારે શાળાઓ બંધ રખાઈ

ભારે વરસાદની આગાહીને પગલે સોમવારે અરવલ્લી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર મોડી રાત્રે જાહેર કર્યો હતો. ભારે વરસાદની આગાહીને પગલે બાળકોની સલામતીને ધ્યાને રાખીને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના તમામ શાળાઓને આપવામાં આવી હતી. જોકે શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફે શાળામાં ફરજ પર હાજર રહેવાનુ રહેશે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  • બાયડ 208 મીમી
  • ધનસુરા 202 મીમી
  • મેઘરજ 135 મીમી
  • મોડાસા 98 મીમી
  • ભિલોડા 77 મીમી
  • માલપુર 63 મીમી

અરવલ્લી સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત