AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો

Aravalli News Round Up: પ્રસિદ્ધ શામળાજી મંદિરે (Shamlaji Temple) ભક્તો સોના અને ચાંદીની ભેટ ચઢાવી ધન્યતા અનુભવે છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ચુકી છે. કંટાળુ હનુમાનજી મંદેરે ખેડૂત પરીવારની મહિલાઓએ વરસાદ માટે જળ અભિષેક કરી પ્રાર્થના કરી.

Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો
Aravalli News Round Up
| Updated on: Jul 06, 2021 | 9:10 AM
Share

શામળીયા ભગવાનને ચાંદીના વાસણ અર્પણ

શામળાજી મંદિર (Shamlaji Temple) ને એક ભક્તે રુપિયા 5.62 લાખ ની કિંમતના ચાંદીના વાસણો (Silverware) ની ભેટ ચઢાવી હતી. ભક્ત દ્વારા મંદિરને રાજ ભોગ માટે થઇને ખાસ ભોગ પાત્રોને અર્પણ કર્યા હતા. જે વાસણોને 6.5 કિલો ચાંદીમાં થી કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. ભગવાન શામળીયાનો રુઆબ છે, જેને જાળવવા માટે ભક્તો હરહંમેશ પ્રયાસ કરતા હોય છે. આજ રીતે ભક્તે ચાંદીના વાસણોની ભેટ ધરી હતી.

એક જ સપ્તાહમાં શામળાજી મંદિરને 10 કીલો થી વધુ ચાંદીની ભેટ મળી છે. જેમાં એક કલાત્મક મુગટનો પણ સમાવેશ થાય છે. જે પોણા ચારેક કિલો ચાંદીમાંથી નિર્માણ કરવામાં આવ્યો હતો. ભક્તો અહી સોના અને ચાંદીની ભેટ સોગાદ ભગવાનને ધરાવતા રહે છે. સાથે જ પોતાનુ નામ પણ જાહેર કરવા થી દુર રહે છે. આમ હવે શામળીયા ભગવાન હવે નવા વાસણોમાં રાજ ભોગ આરોગવાનો ભાવ પેદા થશે. મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભીએ ભક્તોને ભાવને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

વરસાદ ખેંચાતા કંટાળુ હનુમાનજીને જળ અભિષેક

અરવલ્લી (Aravalli) જીલ્લામાં વરસાદ ખેંચાઇ રહ્યો છે. ખાસ કરીને મેઘરજ (Meghraj) વિસ્તારના ખેડૂતો વરસાદ અને સિંચાઇ વીના હવે ચિંતામાં મૂકાયા છે. મુશ્કેલ બનતી જઇ રહેલી સ્થિતીને નિવારવા માટે મેઘરજના રખાપુર વિસ્તારની મહિલાઓએ કંટાળુ હનુમાનજી મંદિરે (Kantalu Hanumanji Temple) જળ અભિષેક કરી વરુણદેવને રિઝવવા પ્રયાસ કર્યો હતો.

વિસ્તારમાં મગફળી અને ધાન્ય પાકોનુ ખેડૂતોએ વાવેતર શરુ કરી દીધુ છે. બીજી તરફ વરસાદ ખેંચાઇ રહ્યો છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રખાપુર ગામના ખેડૂત પરીવારની મહિલાઓએ ઢોલ નગારા સાથે કંટાળુ હનુમાનજી મંદિરે માથે બેડા લઇ પહોંચી હતી. જ્યાં હનુમાનજીને જળ અભિષેક કરવામાં આવ્યો હતો. મહિલાઓએ વરસાદ જલ્દી વરસે એ માટે હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરી હતી.

બાયડમાં અનૂસુચિત જાતીના લોકોને રસ્તાની અગવડ

બાયડ (Bayad) તાલુકાના લીંબ ગામે જૂનો રસ્તો બંધ કરી દેવાને લઇને અનૂસુચિત જાતીના લોકોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ. છેલ્લા ત્રણેક મહિના થી વર્ષો જૂના અવરજવરના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. જેને ખુલ્લો કરવા માટે માંગ કરવામાં આવી હતી.

રસ્તો બંધ કરવા ને લઇને સ્થાનિકો વચ્ચે જૂની અદાવત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગામમાં વરઘોડો નિકાળવાને લઇને બે સમાજો વચ્ચે ખટરાગ સર્જાયો હતો. જે મામલે જે તે સમયે પોલીસ ફરીયાદ દર્જ થઇ હતી.

આ પણ વાંચોઃ  Surat : પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધ્યો, 2થી 3 મહિનાનું વેઇટિંગ

g clip-path="url(#clip0_868_265)">