Arravalli : મોડાસા ખાતે 125 સ્વસહાય જૂથને અંદાજિત 1.25 કરોડની આર્થિક સહાયના ચેક અર્પણ કરાયા

|

May 17, 2022 | 7:34 PM

મોડાસામાં (Modasa) મહિલાઓને આત્મનિર્ભરતાના અંગે જણાવતા મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે આજની મહિલાઓ રોજગાર મેળવે છે અને રોજગાર આપે પણ છે. દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાનો લાભ દેશના દરેક ખૂણે પહોચાડવાનો છે.

Arravalli : મોડાસા ખાતે 125 સ્વસહાય જૂથને અંદાજિત 1.25 કરોડની આર્થિક સહાયના ચેક અર્પણ કરાયા
Modasa Self Help Group Function

Follow us on

ગુજરાતમાં(Gujarat)રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંગળવારે મોડાસાના(Modasa)ભામાસા હોલ ખાતે સ્વ સમૂહ જૂથોને સામૂહિક લોન વિતરણ (Loan Distribution)કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કુબેરભાઈ ડિંડોર હાજર રહ્યા હતા. લોકોના જીવનને ઉજ્જવળ બનાવવાના સરકાર ના સાહસને આગળ ધપાવ્યું.જેમાં 125થી વધૂ સ્વસહાય જૂથને અંદાજિત 1.25 કરોડની આર્થિક સહાય આપતા ચેક અર્પણ કરવામાં આવ્યા. જેમાં સિલાઈ, નર્સરી, મહિલા ઉધોગ સાથે સંકળાયેલા સમૂહને લાભ આપવામાં આવ્યો છે.

મહિલાઓને આત્મનિર્ભરતાના અંગે જણાવતા મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે આજની મહિલાઓ રોજગાર મેળવે છે અને રોજગાર આપે પણ છે. દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાનો લાભ દેશના દરેક ખૂણે પહોચાડવાનો છે. નારી અધિકાર, નારી સશક્તીકરણ શબ્દો સંવિધાનથી મળ્યા હતા પણ અમલ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. દેશ અને સમાજના વિકાસ માટે મહિલા આગળ વધે એ જરૂરી છે. દેશના દરેક લોકો સુધી પાણી, વીજળી, ઘર, શિક્ષણ પહોંચાડી અમારી સરકારે દેશને ખરેખર આઝાદ બનાવ્યો છે.

મહિલાઓને કાર્યક્રમમાં સંબોધતા સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું કે મહિલાઓને સશક્ત બનાવવા ગુજરાત સરકાર એ કામ કર્યા છે. આપણે સૌને જાગૃત કરી અન્ય મહિલાઓને પણ રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ કાર્યક્રમમાં મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર, સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.વી.ડાવેરા , ભાજપ સંગઠન પ્રમુખ રાજુભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ કનુભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ પટેલ, મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન, લીડ બેન્ક મેનેજર હિતેશ સહગલ, નાબાર્ડ બેન્ક મેનેજર નવલ કનોર , GLPC જનરલ મેનેજર દિપ્તીબેન પરમાર, DLM સી. એમ. મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Published On - 7:25 pm, Tue, 17 May 22

Next Article